તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અભિવાદન:પ્રજ્ઞાચક્ષુ જયંત માનકલેને IAS પરીક્ષામાં ટોપ-200માં સ્થાન

ભાવનગર24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભાવનગરમાં પ્રોબેશનર ઓફિસર તરીકે નિમાયેલા આ અધિકારીનું શિક્ષણ મંત્રીના હસ્તે અભિવાદન કરવામાં આવ્યું

સામાન્ય બિમારી કે થોડી જ તકલીફમાં આપણે નાસીપાસ થઇ જઇએ છીએ તેવાં સમયે પ્રજ્ઞાચક્ષુ હોવા છતાં જયંત માનકલેને આંખોની રોશની ન હોવાં છતાં પોતાના જ્ઞાન અને મહેનતને સથવારે દેશ સ્તરે યોજાતી આઇએએસની પરીક્ષામાં દેશના ટોપ 200માં સ્થાન મેળવીને પાસ થઇ પોતે પરિશ્રમની પરાકાષ્ઠાથી સમાજને પણ દિશાદર્શન કરવાનું કાર્ય કર્યું છે તેમ કહી શિક્ષણ મંત્રી અને જિલ્લાના પ્રભારી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ ભાવનગર જિલ્લામાં બે મહિના પહેલાં પ્રોબેશનર આઇ.એ.એસ. તરીકે નિમાયેલાં પ્રજ્ઞાચક્ષુ એવાં જયંત માનકલેનું આજે યોજાયેલી જિલ્લા આયોજન મંડળની બેઠકમાં અભિવાદન કર્યું હતું.

કોરોનામાં આપણા ધૈર્યની પરીક્ષા લેવાઇ છે તેથી આપણને ખબર છે કે મુશ્કેલી કેવી રીતે તમને નાસીપાસ કરી શકે છે તેમ જણાવી તેમણે કહ્યું કે, ઇશ્વર એક ઇન્દ્રીય લઇ લે છે તો તેની બીજી ઇન્દ્રીય સતેજ થઇ જાય છે. પરંતુ તમને તેને ઓળખતાં આવડવી જોઇએ અને તે દિશામાં ઇશ્વર પર શ્રદ્ધા રાખી સાચી દિશાના પગલાં લઇએ તો ચોક્કસ સફળતા મળે જ છે તેવો વિશ્વાસ પણ તેમણે વ્યક્ત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...