તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આયોજનમાં ઉણપ:સાય કલંક ટ્રેક : એકમાં 1.4 કરોડથી મન નહિ ભરાયું ત્યાં બીજામાં 1.40 કરોડનો કચ્ચરઘાણ, એક‘ને એક ભુલ વારંવાર કરી તંત્ર અને શાસકોની ગંભીર બેદરકારી

ભાવનગર5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • કાળીયાબીડના સાયકલ ટ્રેકમાં એકે’ય સાયકલ ના ચાલી અને નામોનિશાન મટી ગયું છતાં વાહન પાર્કિંગ અને લારી ગલ્લા ર‍ાખવા જ્વેલ્સ-નિલમબાગમાં બીજો બનાવ્યો

બે વર્ષ પૂર્વે કાળિયાબીડમાં રૂ.1.4 કરોડના ખર્ચે સાયકલ ટ્રેક બનાવ્યો હતો તેમાં એક પણ સાઇકલ ચાલી નહીં અને હાલમાં સાયકલ ટ્રેકનું નામોનિશાન મટી ગયું છે, છતાં કાળીયાબીડ થી નિલમબાગ અને વિદ્યાનગરનો રૂ.1.40 કરોડનો સાયકલ ટ્રેક બનાવ્યો. તેમાં પણ માત્ર વાહનોના પાર્કિંગ અને લારી ગલ્લા ખડકાયા છે સરકારની ગાઈડ લાઈન અને ભાવનગરમાં પણ એક સાયકલ ટ્રેક હોવો જોઈએની મનમાનીથી બે-અઢી વર્ષ પૂર્વે કાળિયાબીડમાં વિરાણી સર્કલ થી સરદાર પટેલ સ્કૂલ સુધી બંને તરફ રૂ.1.4 કરોડના ખર્ચે સાયકલ ટ્રેક બનાવ્યો હતો. જે ખરેખર સાયકલ ટ્રેકના નિયમો મુજબ બન્યો હતો. પરંતુ ફ્લેટ અને દુકાનોની આગળ સાયકલ ટ્રેક સુવિધાને બદલે દુવિધા રૂપ બન્યો હતો. લોકોએ સાયકલ ટ્રેકને ઊખાડી પણ નાખ્યો અને તંત્રએ નોટિસો પણ આપી. પરંતુ સાયકલ ટ્રેકનું કઈ ન થયું.

પ્રજાના એક કરોડ ધૂળમાં ગયા. પરંતુ તેમ છતાં શાસકોની શાન ઠેકાણે ન આવી અને કાળીયાબીડ પાણીની ટાંકીથી જ્વેલ્સ સર્કલ, ત્યાંથી નિલમબાગ અને વિદ્યાનગર સુધી રૂ.1.40 કરોડના ખર્ચે સાયકલ ટ્રેક સંબંધિત નિયમોની એસી તેસી કરી રોડ લેવલે ફૂટપાથ જેવો સાયકલ ટ્રેક બનાવી નાખ્યો. હાલમાં આ સાયકલ ટ્રેકમાં પણ સાયકલ ચાલે તેવો નથી. વાહનોના પાર્કિંગ, વીજ ટ્રાન્સફોર્મર, લારી ગલ્લા, વૃક્ષો સહિતના અનેક અડચણો સાયકલ ટ્રેક પર હોવાથી સાયકલ ચાલક ધારે તો પણ ટ્રેક પર સાઇકલ ચલાવી શકે તેમ નથી. શાસકોની અને તંત્રની બુદ્ધિ ક્ષમતાનું સાયકલ ટ્રેક થી વિશેષ ઉદાહરણ શું હોઈ શકે?

પ્રજાના કરોડોની ધુળધાણી કરનારા પાસેથી રકમ વસુલો
દરેક મહાનગરોમાં સાયકલ ટ્રેક જરૂરી છે. સાયકલ ટ્રેક માટેનો સરકારનો હેતુ પણ સારો છે. પરંતુ તેની ઉપયોગીતા અને જાળવણી મુખ્ય પાસું છે. તેમાં જ કોર્પોરેશનનું તંત્ર અને શાસકો ઉણા ઉતર્યા છે. જેને કારણે સાયકલ ટ્રેક પાછળ કરોડો રૂપિયા ધુળધાણી થયા છે. પ્રજાના રૂ.2.44 કરોડ નિરર્થક કરનારા જવાબદારો પાસેથી રકમ વસુલવા લોકરોષ છે.

4 માસનું ટ્રેકનું કામ 21 મહિનામાં પુરૂ થયું
એમ.જે.કોલેજ થી જ્વેલ્સ સર્કલ, કાળીયાબીડ પાણીની ટાંકીથી જ્વેલ્સ સર્કલથી નીલમબાગ સર્કલ સુધી સાયકલ ટ્રેક બનાવવાનુ કામ 5 મી ફેબ્રુઆરી 2019 ના રોજ આપવામાં આવેલુ હતુ. ટ્રેકના કામની સમયમર્યાદા 4 માસની હતી. પરંતુ સાયકલ ટ્રેક બનાવવા ડીપીઆર તૈયાર કરી સરકારમાં મોકલી સરકારે પણ તેને મંજૂર કર્યા બાદ ગ્રાન્ટ ફાળવી ત્યારબાદ સાયકલ ટ્રેકની જરૂરિયાત નહીં હોવાનું શાસકોને ભાન થયું અને આનાકાની શરૂ કરી. પરંતુ કેન્દ્ર સરકારની સાયકલ ટ્રેક માટેની મંજૂરી બાદ ફેરફાર શક્ય નહીં હોવાથી અંતે કરવો પડ્યો. જે કામ 4 માસમાં પૂરું કરવાનું હતું તે કામ 21 મહિનામાં પુરૂ થયું અને આજે મુળ સમય મર્યાદા કરતા 527 દિવસનો વધારો કરવા સ્ટેન્ડીંગમાં મંજૂરી અાપવી પડી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો