ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ ૧૦ અને ૧૨ની પરીક્ષાઓ તેના અંતિમ તબકકામાં છે ત્યારે આવતીકાલ તા.11 એપ્રિલને સોમવારથી ધોરણ 10 અને ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહની જાહેર પરીક્ષાના કેટલાક વિષયો તેમજ તારીખ 13 એપ્રિલ થી ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહના કેટલાક વિષયોની ઉત્તરવહી પરીક્ષણની કામગીરી શરૂ થવાની છે.
આ પરિક્ષણ માટેની કામગીરી માટે જે શિક્ષકને મધ્યસ્થ મૂલ્યાંકનની કામગીરી માટે મુક્ત કરવામાં આવે તેવા શિક્ષકને કેન્દ્ર ખાતે ફરજ બજાવવાની રહેશે અન્યથા તેઓની ફરજ પરની ગેરહાજરી ગણવામાં આવશે અને નિયમ મુજબ પગલા લેવામાં આવશે ત્યારે આ પરિપત્રમાં નિયમોનું ખોટું અર્થઘટન કરાયુ઼ છે અને શિક્ષકોમાં ભય ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવેલો છે તેવી રજૂઆત ગુજરાત રાજ્ય શિક્ષક મહામંડળના પ્રમુખ અને મહામંત્રીએ કર્યા બાદ તેના જવાબમાં ગુજરાત બોર્ડના સચિવે સ્પષ્ટતા કરી છે કે શિક્ષકોને મધ્યસ્થ મૂલ્યાંકન માટે છૂટા કર્યા બાદ હાજર ન થાય તો ગેરહાજરી ગણવામાં આવે એવી જોગવાઈ વિનિમયમાં છે.
ગુજરાત રાજ્ય શિક્ષક મહામંડળના પ્રમુખ અને મહામંત્રીને જણાવાયું છે કે વિનિમયની જોગવાઈ છે કે કોઈ આચાર્ય કે સ્ટાફના કોઈ સભ્ય પોતાની નોકરીની શરતોની વ્યક્તિ કોઈ બાબતે કોઈપણ પ્રકારની હડતાલનો આશરો લઇ શકશે નહીં.
બોર્ડ દ્વારા જાહેર પરીક્ષામાં આપવામાં આવે તે કામગીરી સ્વીકારવાની ના પાડી શકશે નહીં આમ છતાં કર્મચારીને વ્યાજબી કારણોસર ખાસ સંજોગોમાં મુક્તિ આપી શકાશે. કોઈ દ્વારા આ નિયમોનું ઉલ્લંઘન કર્યાનું સાબિત થાય તો બરતરફી અથવા પાયરી ઉતારમાં પરિણમતી ન હોય તેવી કોઈ શિક્ષાને પાત્ર થશે. રજીસ્ટર થયેલી શાળાનો કોઈ કર્મચારી સામાન્ય રીતે શાળાની વડાની પરવાનગી મેળવ્યા વગર પોતાની ફરજ પર ગેરહાજર રહી શકશે નહીં. આમ બોર્ડની ઉત્તરવહીના મુલ્યાંકનના નહી જનારા માટે નિયમો ઘડાયા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.