તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિરોધ:ડોકટરો- નર્સો પરના વધતા હુમલાને પગલે IMA દ્વારા શુક્રવારે વિરોધ

ભાવનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 'સેવ ધી સેવિયર' અંતર્ગત કાર્યક્રમનું આયોજન કરાયું
  • બ્લેક ફ્લેગ, માસ્ક, પહેરીને તથા આવેદનપત્ર આપીને નારાજગી વ્યકત થશે, હોસ્પિટલો શરૂ રહેશે

આઇ.એમ.એ.ની વડી શાખા(નવી દિલ્હી) ના આદેશ અનુસાર ભાવગર સહિત તમામ રાષ્ટ્રવ્યાપી શાખાઓ દ્વારા તા.18 જુનના રોજ આરોગ્ય કર્મી પર થતા હુમલા સામે ‘સેવ ધી સેવિયર' નાં નારા સાથે શાંતિ - વિરોધ પ્રદર્શિત કરશે તથા દેખાવો કરવામાં આવશે. આઇ.એમ. એ દ્વારા આરોગ્ય કર્મીઓની સલામતી સુનિશ્ચિત થાય અને ડોકટર - નર્સો ઉપર થતા હુમલાઓ સામે સખત કાયદો બને, ત્વરિત અમલીકરણ થાય તે માટે માટે માંગ કરવામાં આવી છે.

આઇ એમ એ ના સભ્યો શુક્રવારે બ્લેક બેજેસ, ફ્લેગ્સ, માસ્ક, રિબન, શર્ટ વગેરે પહેરી કામ કરશે, "સેવ ધ સેવિયર" અને "વ્યવસાય અને વ્યવસાયિકો પર હિંસા બંધ કરો" ના સૂત્ર સાથેના પ્લે કાર્ડ સાથે આઇ.એમ.એ. બિલ્ડિંગ્સ અથવા હોસપીટલ ખાતે વિરોધ કરવા મા આવશે,વડા પ્રધાનને તબીબી વ્યવસાય અને પ્રોફેશનલ્સ પરના હુમલાઓ સામે આવેદન પત્ર મોકલવા મા આવશે તથા લોકલ લેવલે વહીવટી - રાજકીય નેતાઓ, એસએસપી,ડીએમ, ધારાસભ્યો અને વિવિધ વિસ્તાર ના સાંસદોને રજૂઆત કરવામાં આવશે. આ દિવસે કોઈ હોસ્પિટલ બંધ રાખવામાં આવશે નહિ તમામ દર્દીઓની સારવાર શરૂ જ રહેશે.

અન્ય સમાચારો પણ છે...