વિરોધ પ્રદર્શન:ગ્રંથપાલ બેરોજગાર મંચ દ્વારા શુક્રવારે ગુજરાતનાં દરેક રામજી મંદિર ખાતે કાળા પોસ્ટર સહિત વિરોધ

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

શાળા, કોલેજ, યુની. અને જાહેર ગ્રંથાલયો માં ગ્રંથપાલ ની ખાલી પડેલી જગ્યા છેલ્લા 23 વરસથી ન ભરાતી હોવા છતાં અને 10 વરસથી મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રીને 75 આવેદન પત્ર લખવા છતાં હજી સુધી કોઈ પરિણામ આવ્યું નથી. ગ્રંથપાલ બેરોજગાર મંચ દ્વારા તા. 17 સપ્ટે. ને વિશ્વ બેરોજગાર દિવસ નાં રોજ ગુજરાત નાં બધા જ જિલ્લા, તાલુકા અને ગામડામાં રામજી મંદિર સામે કાળા પોસ્ટર સાથે શાંતિ પૂર્વક વિરોધ નોંધાવવામાં આવશે.

ગાંધીનગર ખાતે મહાત્મા મંદિરથી નવા સચિવાલય સુધી દંડવત રેલી કરીને મહિલા ગ્રંથપાલ દ્વારા મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રીને આવેદન પત્ર આપવામાં આવશે. આ વિરોધ પ્રદર્શનમાં 2000 જેટલા ગ્રંથપાલ જોડાવવાનાં છે. ગ્રંથપાલ બેરોજગાર મંચ દ્વારા વાલીઓને શાળા કોલેજોમાં ગ્રંથાલયની માંગ કરવાનું અને આ વિરોધ માં ગ્રંથપાલોનો સહયોગ કરવાનું કહેવામાં આવ્યું છે.

ગુજરાત માં છેલ્લા 25 વરસથી રાજ્યની અનુદાનિત શાળામાં ગ્રંથપાલ ની ભરતી થઈ નથી ત્યારે ઔર વેતન સાથે આ જગ્યાઓ ભરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...