હાલમાં આખો દેશ અને ખાસ કરીને મધ્યમ વર્ગ મોદી સરકારની નીતિ રીતિથી ચિંતિત છે. અબજોપતિ ઉદ્યોગપતિઓને ફાયદો થાય તેવી નીતિ છે ત્યારે આર્થિક સંકટના સમયે ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આવતીકાલ તારીખ 6 માર્ચને સોમવારે સવારે 11:00 વાગે એસબીઆઇ બેન્ક, નિલમબાગ સામે ધરણાં કાર્યક્રમ રાખવામાં આવ્યો હોય આગેવાનો, કોર્પોરેટરો, હોદ્દેદારો તેમજ કાર્યકરો ઉપસ્થિત રહેશે. કોંગ્રેસ પાર્ટી કોઈ ખાસ ભારતીય કોર્પોરેટ હાઉસની વિરુદ્ધ રહી નથી પરંતુ ભાજપ દ્વારા પસંદ કરેલા અબજોપતિઓને લાભ આપવા માટેની નીતિ જે છે તેની વિરુદ્ધમાં છે.
કોંગ્રેસ પક્ષ હંમેશા ગરીબ અને સામાન્ય માણસની પડખે ઉભો છે અને ઉભો રહેશે તેમ જણાવી શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રકાશ વાઘાણીએ ઉમેર્યું હતું કે કરોડો ભારતીયોની મહેનતની કમાણી કરેલી બચતને જોખમમાં મૂકીને બજાર મૂલ્ય ગમતી કંપનીઓમાં રોકાણના મુદ્દા પર ચર્ચા શરૂ કરવા માટે સંસદમાં કોંગ્રેસ પક્ષ લડી રહ્યો છે.
ડામર રોડ પર હોલિકા દહન ન કરો
ભાવનગર ¿ મહાનગરપાલિકાએ હોલિકા દહન અને ધૂળેટીનાં પર્વે જણાવ્યું છે કે આ તહેવારની ઉજવણી દરમિયાન હોલિકા દહનથી ડામર રસ્તાનું નુકસાન અટકાવવા પેવર રોડ પર ન કરવા અને હોલિકા દહન માટે સાદી માટી પર ઇંટનું પ્લેટફોર્મ બનાવી કરવામાં આવે તેવી વ્યવસ્થા કરવી. ધૂળેટીમાં કુદરતી રંગોથી જ કરવા અને પાણીનો બગાડ અટકાવીયે અને કેમિકલ કલરનો ઉપયોગ ન કરી આરોગ્ય જાળવી રાખવા જણાવાયું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.