ન્યાયની માગ:તામિલનાડુની વિદ્યાર્થિનીને ન્યાય અપાવવા ABVP દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું

ભાવનગર6 મહિનો પહેલા
  • વિદ્યાર્થિનીને વહેલી તકે ન્યાય નહીં મળે તો રાષ્ટ્ર વ્યાપી આંદોલનની ચીમકી આપી

તાજેતરમાં દેશના તામિલનાડુ રાજ્યમાં એક વિદ્યાર્થિનીને ધર્માંતરણ મુદ્દે શિક્ષકે ટોર્ચર કરતાં વિદ્યાર્થિનીએ આપઘાત કર્યો હતો આ વિદ્યાર્થિનીને ન્યાય અપાવવા ભાવનગર અખિલ ભારતીય વિદ્યાર્થી પરીષદ દ્વારા વિરોધ પ્રદર્શન સાથે સૂત્રોચ્ચાર નો કાર્યક્રમ યોજ્યો હતો.

હાલ સોશ્યિલ મીડિયામાં તામિલનાડુનો મુદ્દો બહુચર્ચિત બન્યો છે. જેમાં તમિલનાડુ સ્થિત એક શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીને શાળાના શિક્ષકે ધર્માંતરણ કરવા માટે ટોર્ચર કરતાં વ્યથિત વિદ્યાર્થિનીએ આત્મહત્યા કરી લીધી હતી. આ અપરાધિક બનાવમાં ન્યાયપૂર્ણ તપાસ કરાવવાને બદલે તમિલનાડુ સરકારે સમગ્ર બનાવમાં ઢાંકપીછાડો કરવા સાથે સંદેહપૂર્ણ ભૂમિકા ભજવતા મુદ્દો ગરમાયો છે. મૃતક વિદ્યાર્થિનીને ન્યાય અપાવવાની માંગ સાથે ભાવનગર એબીવીપી દ્વારા આજરોજ વિરોધ પ્રદર્શન-સૂત્રોચ્ચાર સાથે પિડાતા ના પરીવારને ન્યાય આપવાની ઉગ્ર માંગ કરી છે અને જો નિયત દિવસોમાં ઘટતી કાર્યવાહી નહીં થાય તો દેશ વ્યાપી ઉગ્ર આંદોલનની ચીમકી આપી છે.

અન્ય સમાચારો પણ છે...