તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શિક્ષણ મંત્રીને પત્ર:અધ્યાપકોને પ્રમોશનથી વંચિત રાખવાના કારસા સામે વિરોધ

ભાવનગર25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અધ્યાપકોને પ્રમોશન માટે સીસીસી, પ્લસ, હિન્દી-ગુજરાતીની પરીક્ષા પાસ કરવી જરૂરી

સીસીસી, સીસીસી પ્લસ, હિન્દી-ગુજરાતીની પરીક્ષા પાસ ન હોય તો પ્રમોશનના લાભથી અધ્યાપકોને વંચિત રાખવાના ગેરબંધારણીય નિર્ણયનો વિરોધ રાષ્ટ્રીય શૈક્ષિક સંઘ દ્વારા નોંધાવાયો છે. યુજીસીની ગાઇડલાઇન ન હોવા છતાં રાજ્ય સરકારના ફરજિયાત નિયમ સામે શિક્ષણ મંત્રીને પત્ર લખાયો છે.

યુનિવર્સિટી અને કોલેજોમાં અધ્યાપકોને કરિયર એડવાન્સમેન્ટ સ્કીમ અંતર્ગત તબક્કાવાર પ્રમોશન મળે છે. જોકે રાજ્ય સરકાર દ્વારા સીસીસી, સીસીસી પ્લસ, હિન્દી-ગુજરાતીની પરીક્ષા પાસ ન હોય તો પ્રમોશનના લાભથી અધ્યાપકોને વંચિત રખાઈ રહ્યા છે. જેની સામે રાષ્ટ્રીય શૈક્ષિક સંઘ દ્વારા બાંયો ચઢાવાઈ છે. સંઘના કન્વીનર પ્રો.પ્રગ્નેશ શાહે શિક્ષણ મંત્રીને કરેલી રજૂઆતમાં જણાવ્યું કે, પાંચમા-છઠ્ઠા કે સાતમા પગારપંચની યુજીસી પે સ્કેલની ગાઇડલાઇનમાં આવી કોઇ જ શરત રખાઈ નથી. અધ્યાપકોની નિમણૂક સમયની જાહેરાત કે નિમણૂક પત્રમાં પણ આ વિષયનો ઉલ્લેખ નથી. યુજીસી અને શિક્ષણ વિભાગ દ્વારા ઓરિએન્ટેશન પ્રોગ્રામ, રિફ્રેશર કોર્સ, શોર્ટ ર્ટમ કોર્સ, ફેકલ્ટી ડેવલપમેન્ટ પ્રોગ્રામ, પીએચડી રિસર્ચ પેપર, રિસર્ચ પ્રોજેક્ટ,એકેડેમિક પબ્લિકેશનની જોગવાઇ કરેેલી છે. અન્ય કોઇ રાજ્યમાં અસ્તિત્વમાં જ નથી તેવી યુજીસીની નિયમ વિરુદ્ધ અતાર્કિક અને અન્યાયી શરત તાત્કાલિક અસરથી દૂર કરવા માગ કરાઈ છે.

અન્ય સમાચારો પણ છે...