તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિરોધ:દાઠા નજીક તલ્લી ગામે અલ્ટ્રાટેક કંપનીના ભારે વાહનો ચલાવાતા વિરોધ

ભાવનગર25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કનુભાઇ કળસરિયાની ઉપસ્થિતિમાં તલ્લી સહિત આજુબાજુના ગ્રામજનોએ વિરોધ કર્યો

તળાજા તાબાના દાઠા નજીક તલ્લી ગામે અલ્ટ્રાટેક કંપની દ્વારા ચાલી રહેલા માઇનિંગના ભારે વાહનો આ વિસ્તારોમાંથી ચલાવાતા આ અંગે ઘણા લાંબા સમયથી આજુબાજુના નીચા કોટડા,દયાળ નૈપ વગેરે ગામના લોકોએ તલ્લી ગામે એકઠા થઇ ધરણા કર્યા હતા.આજે આ કાર્યક્રમમાં પૂર્વ ધારાસભ્ય કનુભાઇ કળસરિયાની ઉપસ્થિતિમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

તળાજા તાલુકાના દાઠા તાબા હેઠળના બાંભોર ગામ ખાતે અલ્ટ્રાટ્રેક કંપની દ્વારા ચાલી રહેલ માઇનિંગના હેવી લોડીંગ વાહનો ગેરકાયદેસર રીતે સ્થાનિક રહીશોના વિસ્તારોમાંથી ચલાવવામાં આવી રહ્યા હોય જેના વિરોધમાં કનુભાઇ કળસરિયા અને તેમની ટીમ દ્વારા રસ્તા પરના ગામ તલ્લી ખાતે રસ્તા રોકો આંદોલન ચલાવવામાં આવી રહ્યુ છે પરંતુ આંદોલનને પૈસા અને રાજકિય સત્તાના જોરે પોલીસ તંત્રને હાથો બનાવી આંદોલનને નિષ્ફળ બનાવવા આંદોલનકારીઓને સતત ધરપકડ કરી લોકોનુ મનોબળ તોડવાનો પ્રયાસ કરવામાં આવી રહયો છે.

અન્ય સમાચારો પણ છે...