સરકાર દ્વારા તાજેતરમાં ગરબા પર GST લગાવામાં આવ્યો છે જેમાં આવનારી નવરાત્રિમાં પ્રાઇવેટ પ્લોટના આયોજન કરવામાં આવતા ગરબામાં જીએસટી લગાવવામાં આવ્યો છે. જેને લઇને આવનારી નવરાત્રિમાં ગરબાના પાસ અને ટિકિટમાં વધારો થશે ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા ગરબા પર જીએસટીને લઈને વિરોધ કરવામાં આવ્યો હતો. જેમાં આમ આદમી પાર્ટી દ્વારા શહેરના નીલમબાગ સર્કલ ખાતે ગરબા રમીને વિરોધ કરવામાં આવ્યો હતો ત્યારે તમામ કાર્યકર્તાને પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી.
નિલમબાગ ચોકમાં ગરબા રમી વિરોધ
ગુજરાતની અસ્મિતા અને ઓળખ સમાન માતાજીના ગરબા ઉપર જે 18%GST ટેકસ નાખવામાં આવ્યો છે એની વિરુદ્ધ માં આમ આદમી પાર્ટી દ્રારા આખા ગુજરાત સાથે ભાવનગરમાં પણ નિલમબાગ ચોકમાં ગરબા રમી વિરોધ કરતા પોલીસે આપના કાર્યકર્તાઓની અટકાયત કરી હતી, બાદમાં છોડતા તમામ કાર્યકર્તા ઓ રુપાણી સર્કલે ગરબા રમી ફરી વિરોધ કર્યો હતો.
ગુજરાતની 6 કરોડ જનતાની આસ્થા સાથે ક્રુર મજાક કરી છે
આપના શહેર પ્રમુખે જણાવ્યુ હતું કે આ હિન્દુવાદની દંભી વાત કરતી સરકાર IPL જેવી ટુર્નામેન્ટ કરોડોની કમાણી ટેક્સ ફ્રી છે. પણ ગુજરાતના માતાજીના ગરબા ઉપર 18 ટકા ટેક્સ નાખીને ગુજરાતની 6 કરોડ જનતાની આસ્થા સાથે ક્રુર મજાક કરી છે અને આ ટેક્સ દુર કરાવવા આમ આદમી સરકાર પર દબાવ લાવશે. આ કાર્યક્રમને સફળ બનાવવા ભાવનગર શહેર પ્રમુખ મહિપાલસિંહ ઝાલા, યુવા સંગઠનના પ્રમુખ ભાવિનભાઇ જોષી, મહિલા મોર્ચાના પ્રમુખ કોમલબેન કોટડિયાએ તથા આપના આગેવાન કાર્યકરો ઉપસ્થિત રહી વિરોધ વ્યક્ત કર્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.