કાર્યવાહી:ગારિયાધારથી સુરત જઇ રહેલ ટ્રાવેલ્સ સામે કાર્યવાહી,ચાલુ મહિનાનો ટેક્ષ તેમજ ટેક્ષ પર 200% પેનલ્ટી સહિતની દંડનીય કાર્યવાહી

ભાવનગર3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગારીયાધાર ખાતેથી સુરત જતી ખાનગી ટ્રાવેલ્સને આર.ટી.ઓના ઇન્સ્પેક્ટરે અટકાવી તપાસ કરતા આ બસ નોન યુઝ હોઇ અને પરમીશન વગર સુરત જતી હોય આર.ટી.ઓ ઇન્સ્પેક્ટર દ્વારા ટ્રાવેલ્સના માલીક સામે કાર્યવાહી હાથ ધરી છે.બનાવ અંગે આર.ટી.ઓ ઇન્સ્પેક્ટર મનનભાઇ મકવાણાએ જણાવ્યુ હતુ કે ગારિયાધાર ખાતેથી જ્યોતી ટ્રાવેલ્સ નામની ખાનગી બસમાં અંદાજે 40 જેટલા પેસેન્જરો સુરત ખાતે જતા હતા તેને આર.ટી.ઓ ઇન્સ્પેક્ટરએ અટકાવી તપાસ કરતા નોન યુઝ બસ હોય અને પરમીશન વગર સુરત જતી હોય તેના સામે આર.ટી.ઓ દ્વારા ચાલુ મહિનાનો ટેક્ષ તેમજ ટેક્ષ પર 200% પેનલ્ટી સહિતની દંડનીય કાર્યવાહી કરાશે તેમ જાણવા મળ્યુ છે.
યુવતિને મળી મારી નાખવાની ધમકી 
શહેરમાં ઇસ્કોન ખાતે રહેતી પરિણીતાએ એ ડીવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે બે મહિના પૂર્વે તેણે આનંદનગરમાં રહેતા અશોક ઉર્ફે કરણ ઉર્ફે લખન પ્રદિપભાઇ ચોઇઠાણી સાથે પ્રેમ લગ્ન કરેલ બાદમાં તેનો પતિ તેને હેરાન કરતા પરિણીતા તેના પિતાના ઘરે રહેવા આવતી રહેલ અને કોર્ટમાં ડીવોર્સ માટે ફરિયાદ કરેલ જેની દાઝે આરોપીએ પરિણીતાને ફોન કરી ગાળો આપી તેના આખા પરિવારને મારી નાખવાની ધમકી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...