તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આયોજન:સૌરાષ્ટ્ર સમાચાર દ્વારા તા.28 અને 29 ઓગસ્ટે પ્રોપર્ટી ઉત્સવ

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

દિવ્ય ભાસ્કર ગ્રુપના સૌરાષ્ટ્ર સમાચાર અને એસ.આર.બિલ્ડકોન (દેવ ઓરમ) દ્વારા આગામી તા.28 અને 29 ઓગસ્ટ, શનિ અને રવિવાર, બે દિવસ માટે પ્રોપર્ટી ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. હવે શ્રાવણી તહેવારોની મોસમ ખિલી છે ત્યારે મિલકત ખરીદવા ઇચ્છુક ભાવનગરની જનતા માટે આ એક અનોખું આયોજન કરવામાં આવ્યું છે.

સૌરાષ્ટ્ર સમાચાર દ્વારા સાઇટ વિઝિટ કરનારા નગરજનોને ગિફ્ટ મળશે તથા મિલકત માટે બુકિંગ કરાવનારાને બિલ્ડર દ્વારા બુકિંગની સાથે આકર્ષક ઓફરનો લાભ પણ આપવામાં આવશે. આ શ્રાવણી પર્વોત્સવને અનુલક્ષીને જે કોઇ નગરજન પોતાના ઘરના ઘરનું સ્વપ્ન સાકાર કરવા ઇચ્છુક હોય તેના માટે આ અવસરનો લાભ ચૂકવા જેવો નથી. વધુ વિગત સૌરાષ્ટ્ર સમાચારમાં પ્રકાશિત કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...