તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મિલકત આકારણી:અધેવાડામાં શરૂ થશે મિલકત આકારણી

ભાવનગર8 મહિનો પહેલા
  • કૉપી લિંક

ભાવનગર કોર્પોરેશનમાં અધેવાડા ગ્રામ પંચાયત તેમજ સંલગ્ન સર્વે નંબરોનો સમાવેશ થતાં મિલકતવેરાની આકારણીની કામગીરી ટૂંક સમયમાં કોર્પોરેશનના એસેસમેન્ટ વિભાગની સર્વેની ટીમો દ્વારા હાથ ધરવામાં આવનાર છે. કોર્પોરેશન દ્વારા તમામ સર્વેની ટીમોને ઓળખપત્રો આપવામાં આવ્યા છે. સર્વે માટે મિલકતની અંદર પ્રવેશ કરી માપણી- આકારણી સંબંધિત જરૂરી કાર્યવાહી કરવા દેવા તેમજ મિલકતના જરૂરી આધારો જેવા કે માલિકી આધાર, પંચાયતના વેરાની પહોચ, ગામનો નમુનો નં.2, લાઈટ બિલ, ફોટો આઇડી, મંજુર થયેલ પ્લાન વિગેરે આધારો ઉપલબ્ધ હોય તે બતાવવા માટે કોર્પોરેશને અનુરોધ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...