તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:જમનાકુંડના રહેણાંકી મકાનમાંથી પ્રતિબંધિત ગૌમાંસ ઝડપી લેવાયું

ભાવનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • કુલ રૂા.52,500નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો
  • 250 કિગ્રા બીફના જથ્થાને ગંગાજળિયા પોલીસે ઝડપી પાડી 3 વિરુદ્ધ ગુનો નોંધ્યો

જમનાકુંડ ખાટકીવાડના રહેણાંકી મકાનમાં વેચાણ કરવા માટે રાખેલો ગૌમાંસનો જથ્થો ઝડપાયો છે અને આ સાથે કુલ ત્રણ સામે ગંગાજળિયા પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે. જમનાકુંડ ખાટકીવાડમાં સઈદા પાનની સામેના ખાંચામા આવેલા કતલખાના સામેના રહેણાંકી મકાનમાં ગેરકાયદે ગૌમાસ (બીફ) નો જથ્થો રાખી વેચાણ કરતો આસીફ મહેબુબભાઈ સુવાણ/ખાટકી (ઉ.વ.22) તથા શબ્બીર મહેબુબભાઈ સુવાણ (ઉ.વ.18) (બંન્ને રહે. જમનાકુંડ)ને પોલીસે ઝડપી પાડ્યા હતા.

ગુરૂવારે મોડી રાત્રે 1.30 કલાકે પોલીસે તપાસ કરી ઉક્ત શખ્સોના રહેણાંકી મકાનમાંથી શંકાસ્પદ ગૌમાંસ (બીફ‌) મળી આવેલ. જેનું FSL અધિકારી પાસે પરિક્ષક કરાવતા ગૌમાંસનો જથ્થો 250/- કિલો કિંમત રૂ. 50,000/- સહિત કુલ રૂ. 52,500નો મુદ્દામાલ કબ્જે લીધો હતો. આ માસ તેઓ ગફાર ખાટકી(રહે. વડવા ચબુતરા) પાસેથી લાવ્યા હોવાનું જાણવા મળ્યું હતું. તેમજ આ શખ્સો પાસે માસના વેચાણ કરવા માટે કોઈ પણ પ્રકારની પરમિટ પણ નહોતી.

આ મામલે ગંગાજળિયા પોલીસ મથકમાં ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તેમજ આ સમગ્ર કામગીરીમાં બી ડિવિઝન પીઆઈ આર.આઈ. સોલંકી, પીએસઆઈ ટી.એલ.માલ, ગંગાજળિયા પોલીસનો સ્ટાફ જોડાયો હતો.ઈદના તહેવારમાં પોલીસની કામગીરીથી ગેરસમજણના કારણે કોઈ તંગદિલી ફેલાઈ નહી તે માટે સમગ્ર મુદ્દામાલ ગંગાજળિયા પોલીસ મથકમાં લાવવામાં આવ્યો હતો તેમજ આ અંગે વધુ તપાસ ચાલી રહી છે તેમ ગંગાજળિયા પોલીસ મથકના પીએસઆઈ એસ.એમ.સિસોદિયાએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...