આયોજન:બિલડી આંગણવાડી કેન્દ્રમાં કાર્યક્રમો યોજાયા

બિલડીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

મહુવા તાલુકાના બિલડી આંગણવાડી કેન્દ્ર નં.3 માં વૃક્ષારોપણ,વાનગી હરિફાઇ તેમજ મમતા દિવસની ઉજવણી જેવા ત્રિવિધ કાર્યક્રમો યોજાયા હતા.ICDS ઘટક-3 મહુવાના ઇન્ચાર્જ સી.ડી.પી.ઓ હર્ષાબેન પંડયા,જિ.પં.ના સભ્ય મહુવા માર્કેટ યાર્ડના ડીરેકટર બાબુભાઇ જોળીયા,બિલડી ગામના સરપંચ આણંદભાઇ અને ગ્રામજનો દ્વારા આંગણવાડીના કમ્પાઉન્ડમાં વિવિધ પ્રકારના વૃક્ષો રોપવામાં આવ્યા હતા.વડાપ્રધાનના જન્મ દિવસ નિમિત્તે પોષણ યુકત ભારત,સ્વચ્છ ભારત વગેરે કાર્યક્રમ યોજાયો હતા.કાર્યક્રમને સફળ બનાવવા આંગણવાડી વર્કર,હેલ્થ વિભાગનો સ્ટાફ તેમજ આશા વર્કરો હાજર રહયા હતા.સગર્ભા,ધાત્રી,બાળકો અને કિશોરીઓને તપાસ કરી રસીકરણ કરવામાં આવેલ.

અન્ય સમાચારો પણ છે...