રજિસ્ટ્રેશન:IIT પ્રવેશ માટે કાર્યક્રમ જાહેર રજિસ્ટ્રેશનનો આરંભ થયો

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 27મીએ પ્રથમ રાઉન્ડનું સીટ એલોટમેન્ટ જાહેર થશે
  • ​​​​​​​તા. 22મીએ મોક સીટ એલોટમેન્ટ-1 અને 24મીએ મોક સીટ એલોટમેન્ટ-2 જાહેર થશે

જેઈઈ એડવાન્સ પરીક્ષાનું પરિણામ જાહેર થઇ ગયા બાદ એડવાન્સ પરીક્ષા પાસ કરનારા વિદ્યાર્થીઓને આઈઆઈટીમાં પ્રવેશ માટેનો કાર્યક્રમ પણ જોઈન્ટ સીટ એલોકેશન ઓથોરિટી દ્વારા જાહેર કરી દેવાયો છે. આઈઆઈટી ખડગપુર દ્વારા ગત 3જીએ દેશભરમાં જેઈઈ એડવાન્સ પરીક્ષા લેવાઈ હતી.જેનું પરિણામ જાહેર થયા બાદ જોઈન્ટ સીટ એલોકેશન ઓથોરિટી દ્વારા દેશની ૨૩ આઈઆઈટીમાં પ્રવેશ માટેનો કાર્યક્રમ પણ જાહેર કરી દેવાયો છે.જે મુજબ ઓનલાઈન રજિસ્ટ્રેશન અને ચોઈસ ફિલિંગ શરૂ થઇ ગયું છે.

હવે તા. 22મીએ મોક સીટ એલોટમેન્ટ-1 અને 24મીએ મોક સીટ એલોટમેન્ટ-2 જાહેર થશે. 25મીએ રજિસ્ટ્રેશન-ચોઈસ ફિલિંગ પૂર્ણ થશે. 27મીએ પ્રથમ રાઉન્ડનું સીટ એલોટમેન્ટ જાહેર થશે.30મી સુધી ફી ભરી ઓનલાઈન રિપોર્ટિંગ કરવાનું રહેશે.1લી નવેમ્બરે બીજા રાઉન્ડનું સીટ એલોટમેન્ટ જાહેર થશે.દિવાળી બાદ આઈઆઈટી પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ થનારી હોઈ ગુજરાત સહિત અન્ય રાજ્યોની પોતાની કોલેજો માટેની પ્રવેશ પ્રક્રિયા પણ લંબાશે.

અન્ય સમાચારો પણ છે...