એજ્યુકેશન:18 જૂનથી ધોરણ 12 સાયન્સની ઉત્તરવહીની અવલોકનની પ્રક્રિયા

ભાવનગર15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તા. 24 જૂન સુધી પ્રક્રિયા શરૂ રહેશે

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાના પરિણામ બાદ ઉત્તરવહીઓના રૂબરૂમાં અવલોકન માટે જે વિદ્યાર્થીઓએ અરજી કરી છે તેવા વિદ્યાર્થીઓ માટે ઉત્તરવહી અવલોકનની પ્રક્રિયા તારીખ 18 જૂનથી 24 જૂન દરમિયાન રાખવામાં આવી છે.

ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાના પરિણામ બાદ ઉત્તરવહી અવલોકનમાં ઉપસ્થિત રહેવા માટે અરજી કરનાર ઉમેદવારે સમય, સ્થળ અને તારીખ જેવી વિગતો દર્શાવતો કોલલેટર બોર્ડની વેબસાઇટ sci.gseb.org અથવા gseb.org પર પોતાનો બેઠક નંબર તથા અરજી કરતી વખતે રજીસ્ટર મોબાઇલ નંબર એન્ટર કરીને 11 જુનથી ઓનલાઇન મેળવી શકશે તેમ બોર્ડના પ્રતિનિધિ રાજુભાઈ ભટ્ટે જણાવ્યું છે.

કોઇપણ ઉમેદવારને અવલોકન માટે કોલ લેટર ટપાલ દ્વારા મોકલવામાં આવશે નહીં. અવલોકન માટે ઉમેદવારે વેબસાઈટ પરથી ડાઉનલોડ કરેલ કોલ લેટર, પ્રવેશ પત્ર (હોલ ટિકિટ), ગુણપત્રક કે પ્રમાણ પત્રની નકલ અને અવલોકન માટે ફી ભર્યાની રસીદ સાથે ઉપસ્થિત રહેવાનું રહેશે તેની તમામ સંબંધિતોને નોંધ લેવા પણ જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...