ઘરે જઈ મતદાન મથક ઊભા:વયોવૃદ્ધોને ઘરે જઇને મતદાન કરાવાની પ્રક્રિયા

ભાવનગર16 દિવસ પહેલા
  • કૉપી લિંક

ભાવનગરમાં વયોવૃદ્ધ અને દિવ્યાંગ મતદારોની ઘરે જઈ મતદાન મથક ઊભા કરી ઘરે જઈ મતદાન કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. ચૂંટણી પંચની ગાઈડલાઈન મુજબ કોઈ વ્યક્તિ મતથી વંચિત રહી નહી જાય તે માટે 80 વર્ષથી વધુ ઉંમરના વયવૃદ્ધિ તેમજ દિવ્યાંગ મતદારોને ઘરે લઈ જાય કામ ચલાઉ મત કુટિર ઊભી કરી ગુપ્તતા જળવાઈ રહે તે રીતે મતદાન કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.

આ અભિયાન અંતર્ગત ભાવનગર પૂર્વ મતક્ષેત્રમાં વયોવૃદ્ધ મતદારોનેને ઘરે ઘરે ફરીને મતદાન મથક ઊભુ કરી મતદાન લેવાનો આરંભ કરાયો છે જેમાં વિજયાબહેન પ્રતાપરાય રાવલ (જનસંઘના પૂર્વ પ્રમુખ, રાણપુર નગર પંચાયત)એ મતદાન કર્યું હતુ.

તેમના પતિ પ્રતાપરાય જગજીવનદાસ રાવલે જનસંઘના દીપકના નિશાન ઉપર સ્થાનિક સ્વરાજની ચૂંટણીમા જનસંઘ માટે રાણપુર બેઠક ઉપર અમદાવાદ જિલ્લા પંચાયતમાં પ્રથમ સીટ મેળવી હતી. વિજયાબહેન રાવલ, બ્રહ્મ સમાજ અગ્રણી દિપકભાઈ રાવલના માતા અને trp4cafe ના માલિક તત્સત રાવલના દાદીમા છે. 97 વર્ષની ઉમરે ચૂંટણી પંચના અધિકારીએ ભાવનગરમાં તેઓના ઘરમાં મતદાન મથક ઊભુ કરી ગુપ્ત મતદાન કરાવ્યું હતુ.

અન્ય સમાચારો પણ છે...