શિક્ષણ:આ વર્ષે 25 ટકા ફી રાહત બાબતે ખાનગી શાળાઓ અસંમત

ભાવનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • શિક્ષણમંત્રીના નિવેદન સામે મહામંડળે શાળાઓની આર્થિક હાલત શથળી હોવાનું કારણ જણાવ્યું

ગુજરાતના શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ એક ટીવી ઇન્ટરવ્યૂમાં જણાવ્યું છે કે જ્યાં સુધી કોઇ નવો નિર્ણય ન આવે તયાં સુધી શાળાઓમાં 25 ટકા ફી માફીની રાહતની જોગવાઇ ચાલુ રહેશે. આ નિવેદન સામે ગુજરાત સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળે અસંમતી ખર્શાવી છે અને ચીમકી આપી છે કે આ બાબતે કોઇ જાહેરનામું પ્રસિદ્ધ થશે તો નાછૂટકે ગુજરાત સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળને કાનૂની રસ્તે જવાની ફરજ પડશે.

આ બાબતે મંડળના પ્રમુખ ભરતભાઇ ગાજીપરાએ જણાવ્યું છે કે અમારા મહામંડળની આજની કોર બેઠકમાં આ બાબતની સઘન ચર્ચા થઇ હતી. શિક્ષણમંત્રીના આ નિવેદન સામે અમારી સ્વનિર્ભર શાળાઓ સંમત નથી અને ગત વર્ષ 2020-21માં જે 25 ટકાની સાર્વજનિક રાહત અમે આપી હતી તેનાથી રાજ્યની અનેક શાળાઓની આર્થિક વ્યવસ્થા ખોરવાઇ ગઇ છે. વર્ષ 2019-20ની ફી અને વર્ષ 2020-21ની ફી ભરવામાં પણ 50 ટકા જેટલા વાલીઓ ઉદાસીન રહ્યાં હોય તેની ખુબ જ માઠી અસર શાળાઓને થઇ રહી છે. હવે જો રાજ્ય સરકાર ચાલુ વર્ષે આવી કોઇ બાબતમાં જાહેરનામું બહાર પાડશે તો નાછૂટકે સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળને કાનૂની રસ્તે જવું પડશુેશે તેમ અંતમાં જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...