વ્યાપક સમસ્યા:ખાનગી કંપનીઓનું 5G તરફ પ્રયાણ, BSNLમાં પ્રશ્નો ઉભા

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મોબાઇલ-ઇન્ટરનેટ કવરેજની ક્ષતિની વ્યાપક સમસ્યા
  • ફોનની કનેકટિવીટીના ગ્રામ્ય સ્તરે વ્યાપક પ્રશ્નો ઉકેલવામાં BSNL તંત્ર તદ્દન નિષ્ફળ

એક તરફ ખાનગી મોબાઇલ કંપનીઓ તેઓની 5G સેવાઓ શરૂ કરવા માટેની અંતિમ તૈયારીઓ કરી રહ્યું છે, ત્યારે ભારત સંચાર નિગમ લિમિટેડ (બીએસએનએલ) તેઓની સેવાઓ દુરસ્ત કરવા બાબતે સતત ઉદાસીન વલણ અપનાવી રહ્યું છે. દિવાળી સુધીમાં ખાનગી મોબાઇલ સર્વિસ પ્રોવાઇડર કંપનીઓ દ્વારા 5G શરૂ કરવાની દિશામાં કામગીરી થઇ રહી છે. બીએસએનએલ પાસે સમગ્ર દેશમાં સૌથી મોટું નેટવર્ક હોવા છતા તેઓના ગ્રાહકોને સંતુષ્ટિ આપવામાં ઉણા ઉતરી રહ્યા છે. મોબાઇલ અને ઇન્ટરનેટ કનેક્ટિવિટીના વ્યાપક ધાંધીયા સામાન્ય બની રહ્યા છે.

બીએસએનએલમાં ગ્રાહકો વારંવાર સર્જાતિ ક્ષતિઓને કારણે ખાનગી કંપનીઓ તરફ આકર્ષિત થઇ રહ્યા છે. બીએસએનએલ તેઓની ટેકનોલોજી અપગ્રેડેશન તો ઠીક, પરંતુ જે હયાત ગ્રાહકો છે તેઓની સેવાઓ પણ અવિરત ચાલુ રહે તે દિશામાં વામણું પુરવાર થઇ રહ્યું છે.ભાવનગર જિલ્લાના તાલુકા અને ગ્રામ્ય મથકોએ બીએસએનએલની સ્થિતિ વધુ ખરાબ છે. ખાનગી કંપનીઓનું ઇન્ફ્રાસ્ટ્રકચર બીએસએનએલની સરખામણીઓ ઓછું હોવા છતા સેવાઓ સારી આપી શકે છે. બીએસએનએલમાં પ્રશ્નોની ભરમાર છે, અને ઉકેલવાની દિશામાં પ્રમાણિક પ્રયાસો થઇ રહ્યા નથી. ખાનગી કંપનિઓ પોતાનુ નેટવર્ક સુધારીને ફાઈવજી તરફ પ્રયાણ કરી રહી છે ત્યારે બીએસએનએલમાં હજી જોડાણના પ્રશ્નો પણ અણઉકેલ છે.

અન્ય સમાચારો પણ છે...