તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના ઇફેક્ટ:સોશિયલ ડિસ્ટન્સના કારણે ખાનગી બસના ભાડામાં વધારો, રૂ.100 થી 150નો ટિકિટ ભાડામાં વધારો

ભાવનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • કોરોનાના કાળમાં એસ.ટી. દ્વારા કોઈ પણ ચાર્જ વધાર્યા વિના સેવા અપાઈ રહી છે

સમગ્ર દેશ અને રાજ્ય માં લોક ડાઉન ખુલ્યા બાદ વાહન વ્યવહાર ફરીથી શરૂ કરવામાં આવ્યો છે. અનલૉક નાં શરૂઆત નાં તબક્કાથી જ જિલ્લાની વચ્ચે ચાલતી બસો ને તમામ પ્રકારની સુરક્ષા સાથે ફરીથી રસ્તે દોડતી કરાવાઈ છે. અમદાવાદ અને સુરત જેવા મોટા શહેરો કે જ્યાં કોરોના નાં કેસ પ્રમાણ માં વધારે છે ત્યાં જતાં મુસાફરો પાસેથી પ્રાઇવેટ બસો દ્વારા સોશિયલ ડિસ્ટન્સના નિયમને કારણે વધુ બસ ભાડું વસૂલવામાં આવી રહ્યું છે.

જ્યારે બીજી બાજુ આ શહેરો સુધી ચાલતી એસ.ટી બસો અત્યારે ખોટ ખાઈ ને લોકોને સુવિધા આપી રહી છે. ભાવનગર થી અમદાવાદ નાં એસ.ટી બસ નું ભાડું લગભગ 132 જ્યારે સુરત સુધી નું ભાડું 204 ની આસપાસ છે. જ્યારે ખાનગી બસો માં પહેલાં અમદાવાદ નાં 250 થી 270 ની રકમ લેવામાં આવતી હતી જે હવે 400 થી લઈને 450 સુધીની કરી દેવામાં આવી છે. ઉપરાંત સુરત જતી બસોમાં પણ ભાવ નો વધારો કરીને રૂ. 600 થી લઈને 800 ની રકમ વસૂલવામાં આવે છે. આ વધારો લગભગ 32 ટકા થી લઈને 40 ટકા જેટલો છે. એક સીટમાં એક જ પેસેન્જર લેવાના હોવાથી બસના આ ભાડામાં વધારો થયો છે.

અન્ય સમાચારો પણ છે...