એજ્યુકેશન:રાજ્ય કક્ષાના શિક્ષકોના કેમ્પમાં અગ્રિમતાની યાદી જાહેર કરાઇ

ભાવનગર20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઉમેદવારોને આધાર પુરાવાઓ રજૂ કરવા ફરજિયાત
  • તા.8 અને 9 જૂને સરકારી હાઈસ્કૂલોમાં રાજ્ય કક્ષાએ ફેરબદલી કેમ્પ યોજાશે

શાળાઓના કમિશનરની કચેરી દ્વારા સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના મદદનીશ શિક્ષકોના આગામી તારીખ 8 અને 9 જૂનના રોજ યોજાનારા રાજ્યકક્ષાના ફેર બદલી કેમ્પમાં અગ્રિમતા અન્વયે અરજદારોની અરજીઓની ચકાસણી કરતા એટલે અરજીઓમાં અગ્રીમતા મેળવવા બાબતે આધાર પુરાવા રજૂ કર્યા નથી આથી અગ્રિમતાના ધોરણે છે આધાર પુરાવા રજૂ કરવાના રહેશે તેની યાદી જાહેર કરવામાં આવી છે.

શાળાના મદદનીશ શિક્ષકોના રાજ્યકક્ષાના ફેરબદલી કેમ્પમાં અગ્રતામાં પ્રથમ ક્રમ વિધવાઓને અપાયો છે. તેઓને પતિના મૃત્યુનો દાખલો અને પુનઃ લગ્ન ન કર્યા હોવાનું એફિડેવિટ રજૂ કરવાનું રહેશે. ત્યારબાદ દિવ્યાંગોને અગ્રતા અપાશે તેઓને 40 ટકા કે તેથી વધુ વિકલાંગતા ધરાવતા હોવાનું પ્રમાણપત્ર રજુ કરવાનું રહેશે. ત્યારબાદ સરકારી શિક્ષક દંપતિને અગ્રતા અપાશે તેઓને ભલામણનો આધાર, અરજદારના પતિ પત્નીની નિમણૂંકની નકલ, દંપતી હોવાનો આધાર રજુ કરવાનો રહેશે.

અગ્રતામાં ચોથો ક્રમ સરકારી દંપતીને રહેશે તેમની પાસે ભલામણ પત્ર, અરજદારના પતિ પત્નીના નિમણૂકની હુકમની નકલ, છેલ્લા પગારની સ્લીપ અને દંપતિ હોવાનો આધાર રજુ કરવાનો રહેશે. મેડિકલ કેસવાળાને ત્યારબાદ અગ્રતા અપાશે જેમાં સીવીલ સર્જનનું પ્રમાણપત્ર બીમારી બદલ લીધેલી રજા ના પુરાવા મેડિકલ રિપોર્ટ અને દવાના બિલ રજૂ કરવાના થશે. કેમ્પમાં શિક્ષક દંપતી બિન સરકારી અનુદાનિત શાળાવાળાને અગ્રતા અપાશે તેઓને પણ નિમણૂંકના હુકમની નકલ અને છેલ્લા પગારની સ્લીપ રજૂ કરવાની રહેશે.

છેલ્લે સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષક દંપતીને અગ્રતાના નિયમ મુજબ આધાર પુરાવા રજૂ કરવાના રહેશે તેમ નાયબ શિક્ષણ નિયામક જણાવ્યું છે. રાજ્યકક્ષાના આ ફેરબદલી કેમ્પમાં કેટલાક લાભાર્થી શિક્ષકોએ પૂરતા પ્રમાણમાં આધારપુરાવા જોડ્યા ન હોય આ પરિપત્ર જાહેર કરાયો છે.

અન્ય સમાચારો પણ છે...