તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કલેકટરે ચાર્જ સંભાળ્યો:કોરોનામાં શ્રેષ્ઠ સારવાર મળે તે સુનિશ્ચિત કરવાને પ્રાથમિકતા

ભાવનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોરોનામાં યોગ્ય મોનિટરિંગ થાય એ જરૂરી
  • ભાવનગરના કલેકટર યોગેશ નીરગુડેએ ચાર્જ સંભાળ્યો, વિકાસ કાર્યોને અગ્રતા

ભાવનગર ખાતે કલેક્ટર તરીકે નિયુક્ત કલેક્ટર યોગેશ નીરગુડેએ આજે વિધિવત રીતે કલેક્ટર તરીકેનો ચાર્જ સંભાળી લીધો છે. ચાર્જ સંભાળ્યાં બાદ તેઓએ જિલ્લાના નાગરિકોની સમસ્યાઓને વાચા આપીને તેમના પ્રશ્નોનું સુખદ સમાધાન કરીને જિલ્લાની વિકાસ ગતિને આગળ વધારવાની પ્રતિબધ્ધતા વ્યક્ત કરી છે. કોરોનાની સારવારને લગતી વ્યવસ્થા સુદ્ઢ રીતે ચાલે, તેનું યોગ્ય મોનીટરિંગ થાય અને લોકોને ઉત્તમ સારવાર મળે તેવી વ્યવસ્થા સુનિશ્ચિત કરવાને પ્રાથમિકતા આપીશ.

તેમણે જણાવ્યું છે કે, મારી અગાઉના પુરોગામીઓએ સારું કાર્ય કરેલું છે તેને વધુ ઉંચાઇ પર લઇ જવાની મારી નૈતિક જવાબદારી રહેશે. અગાઉ જે વિકાસના કાર્યો ચાલું હતાં તેમાં ગતિ લાવીને તે ઝડપથી પુરા થાય અને લોક ઉપયોગી બને તે મારી પ્રાથમિકતા રહેશે.

ઉલ્લેખનીય છે કે, કલેક્ટર 2013ની બેચના ભારતીય વહીવટી સેવાના અધિકારી છે. તેઓ ભાવનગરમાં જ નગરપાલિકાના પ્રાદેશિક કમિશનર તરીકેની ફરજ અદા કરતાં હતાં. તેથી તેઓ ભાવનગરની ભૃપુષ્ઠ અને સમગ્ર વહીવટી તંત્રથી જાણકાર છે. તેથી જિલ્લાના વિકાસ કામો સારી રીતે થશે.

અન્ય સમાચારો પણ છે...