બેઠક:ભાવ. જિલ્લામાં મરિન પેટ્રોલીંગ વધારવા પર ભાર મુકતા કલેકટર

ભાવનગર17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોરોનાના પ્રિકોશન ડોઝ માટે જાગૃતિ કેળવો
  • ​​​​​​​નાર્કોટીક્સ, ટાસ્ક ફોર્સ, રોડ સેફ્ટી, લેન્ડ ગ્રેબીંગ, રસીકરણ, લો એન્ડ ઓર્ડરની બેઠક યોજાઇ ગઇ

નાર્કોટીક્સ, ટાસ્ક ફોર્સ, રોડ સેફ્ટી, લેન્ડ ગ્રેબીંગ, રસીકરણ, લો એન્ડ ઓર્ડરની બેઠક એકસાથે યોજાઇ ગઇ. કલેક્ટર યોગેશ નિરગુડુએ વિવિધ વિભાગોની બેઠકો યોજતાં કહ્યું કે, લોકોને સીધી રીતે સ્પર્શતાં પ્રશ્નોનો સત્વરે ઉકેલ આવવો જોઇએ. આ માટે વિવિધ વિભાગો વચ્ચેની આંતરિક સંકલનની જરૂરીયાત પણ તેમણે સમજાવી હતી.તેમણે જિલ્લામાં મરીન પેટ્રોલીંગ વધે, જિલ્લાના અકસ્માત ઝોનમાં અકસ્માત ઘટે, આવાં ઝોનમાં રિફ્લેક્ટર લગાવવાં, જિલ્લામાં પ્રિકોશન ડોઝ નાગરિકો લઇ લે વગેરે સહિતના પ્રશ્નોની તેમણે વિશદ ચર્ચા કરીને તેના નિરાકરણના ઉપાયો સૂચવ્યાં હતાં.

આ ઉપરાંત ચૂંટણી સંદર્ભે ક્રિટિકલ બૂથ અને વલ્નરેબલ બૂથનું મૂલ્યાંકન થઇ જાય અને આવનાર ચૂંટણીઓ શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તે માટેના યત્નો આદરવાં માટેનાં નિર્દશો તેમણે ઉપસ્થિત અધિકારીઓને આપ્યાં હતાં. ખાસ કરીને ભાવનગર જિલ્લાના 152 કિલોમીટરના લાંબા દરિયાકીનારે કડકપણે પેટ્રોલીંગ વધારવા ભાર મુક્યો હતો.

અન્ય સમાચારો પણ છે...