તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાવનગર-મુંબઇ ફ્લાઈટના ભાડામાં ઘટાડો:ભાવનગર-ભૂજની ફ્લાઈટનું ભાડુ 3400માંથી ઘટાડી 1999

ભાવનગર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
ફાઈલ તસ્વીર - Divya Bhaskar
ફાઈલ તસ્વીર
 • ભાજપ પ્રમુખ રાજીવના પ્રયત્નો બાદ કચ્છ સમાજે એમપીને આ અંગે રજૂઆત કરી હતી

મુસાફરોની અનુકુળતા માટે મુંબઇ-ભાવનગર-ભુજ-ભાવનગર-મુંબઇની ફ્લાઇટ શરૂ કરવામાં આવી હતી, પરંતુ ભાવનગર-ભુજની હવાઇ સેવામાં મુસાફરોનો મોળો પ્રતિસાદ રહેતા એર ઇન્ડીયા દ્વારા આ રૂટમાં ભાડા ઘટાડવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ભાવનગરથી મુંબઇની ફ્લાઇટમાં સરેરાશ મુસાફરો મળી રહે છે, પરંતુ ભાવનગરથી ભુજની ફ્લાઇટમાં ભાડાની રકમ વધારે હોવાને કારણે પ્રતિદિન 8થી 10 મુસાફરો જ મળી રહ્યા હતા.

આ અંગે શહેર ભાજપ પ્રમુખ રાજીવ પંડ્યાભાવનગરના સંસદ ભારતીબેન શિયાળ અને કચ્છ સમાજની બેઠક મળી હતી, અને તેના અંગે રજૂઆતો કરવામાં આવતા એર ઇન્ડીયા દ્વારા ભાવનગર-ભુજ-ભાવનગર વચ્ચેના રૂટમાં ભાડા ઘટાડવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

એર ઇન્ડીયાના ભાવનગર સ્ટેશન મેનેજર અશોક સનમાનકરનના જણાવ્યા પ્રમાણે, આગામી તા.4થી જાન્યુઆરી 2021થી ભાવનગર-ભુજ-ભાવનગરની ફ્લાઇટ માટેનું ભાડું ઘટાડી અને 1999/- કરવામાં આવ્યુ છે. મુસાફરોની સવલતાર્થે આ નિર્ણય કરવામાં આવ્યો છે. જ્યારે ભાવનગર-મુંબઇની ફ્લાઇટના ભાડા યથાવત રાખવામાં આવ્યા છે.

મુંબઇથી ભુજના મુસાફરોને ભાવનગરનો વિકલ્પ મળી રહે છે, ઉપરાંત ભાવનગર-ભુજનો પણ હવાઇ સેવાનો નવો વિકલ્પ ઉભો થયો છે. ભાવનગર-ધ્રાંગધ્રા-ભાવનગર ટ્રેન પણ બંધ હોવાથી કચ્છમાં જવા આવવા માટે માત્ર ડક માર્ગ પર આધાર રાખવો પડતો હતો અને સડકમાર્ગે આ અંતર 10 કલાક જેટલું થાય છે. હવે ભાવનગર-ભુજથી ફ્લાઇટનું ભાડુ ઘટાડી અને 1999/- કરવામાં આવ્યુ છે. જો કે મુંબઇ-ભાવનગર-મુંબઇની ફ્લાઇટના ભાડા યથાવત રાખવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો