તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:બે થી વધુ બાળકો હોવા છતાં LTCનો લાભ લેવા જતા શિક્ષકોને અટકાવ્યા

ભાવનગર21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આચાર્ય સહિતનાએ મંજુરી આપતા પગલા લેવા જરૂરી
  • આચાર્ય અને BRCની મંજૂરી બાદ ફાઈલ શાસનાધિકારી કચેરીમાં જતાં ગેરકાયદેસર લાભ લેવા જતા લાગી બ્રેક

બે થી વધુ બાળકો હોય તે શિક્ષકોને એલ.ટી.સી.નો લાભ મળવાપાત્ર નહીં હોવા છતાં ભાવનગર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાના આચાર્ય અને બીઆરસીએ મંજુરી આપી પણ દીધી. પરંતુ શાસનાધિકારી પાસે ફાઈલ આવતા પ‍ાંચ શિક્ષકોની ફાઈલ અટકાવી દીધી. અટકાવવાથી બેદરકારી ઓછી નથી થતી સાથોસાથ ખોટી મંજૂરી સામે કાર્યવાહી પણ થવી જરૂરી છે.

વર્ષ 1989 જે કર્મચારીઓને બે થી વધુ બાળકો હયાત હોય તેને એલ.ટી.સી.નો લાભ મળવાપાત્ર નથી. તેવા કર્મચારીઓને અરજી કરવાની જ રહેતી નથી. પરંતુ હાલમાં જ સમિતિમાં પાંચ શિક્ષકો પ્રદ્યુમનસિંહ ટી.ગોહિલ, ઉદાભાઈ જી.ભરવાડ, મહિપતસિંહ બી.રાણા, શેખ અંજુમનબાનુ યુ. અને ગ્યાનીબેન પી.ભાગવાણીની ફાઇલ રદ કરી હતી. જેમાં સરકારના નિયમો મુજબ બે થી વધુ સંતાન હોવાનું ક‍ારણ દર્શાવ્યું હતું. તો પછી આવા શિક્ષકોને આચાર્ય અને બીઆરસી દ્વારા મંજૂરી મળી કેવી રીતે ? જે તે વખતે કઈ ખોટું થયું જ છે, અગર શિક્ષકે ખોટી અરજી કરી ખાતાને ગેરમાર્ગે દોડવેલ હોય તો તેની અરજી રદ કરી અને કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ. પરંતુ જો શાસનાધિકારી કચેરી દ્વારા ક્વેરી કાઢવામાં આવી ના હોત તો સરકારના નિયમોનું ઉલ્લંઘન કરી લાભ મળી ગયો હોત. જેથી જવાબદારો સામે પગલાં લેવા જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...