તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:સ્કુલ ઓફ એક્સેલન્સ દ્વારા શિક્ષણનું ખાનગીકરણ અટકાવો

ભાવનગર23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લાની શાળામાં ઘટતા ઓરડા બનાવો
  • પ્રજાના રૂપિયાનો વેડફાટ થશે, શિક્ષકોના પણ પ્રશ્નો ઉપસ્થિત થશે, જિ.પં.સભ્યની રજૂઆત

સરકાર દ્વારા ગત જુલાઈમાં જાહેર કરવામાં આવેલ ઓફ એક્સલન્સ સરકારી શાળામાં ભણતા બાળકો માટે નિવાસી શાળા ઉભી કરી તેમનું સંચાલન ખાનગી વ્યક્તિઓ, એનજીઓ કે સંસ્થાઓને 30 વર્ષ સુધી આપવાની જે બાબત છે તેના કારણે સરકારી શાળાઓ બંધ થવાની શક્યતાને નકારી શકાય નહીં. જેને કારણે ખાનગીકરણ વધવાની પણ શક્યતાઓ રહેલી છે.

આ શાળાઓમાં વિદ્યાર્થીદીઠ જે ખર્ચ થવાનો છે તે મુજબ એક વિદ્યાર્થી દીઠ રૂપિયા 60 હજારનો છે. હાલમાં સરકાર એક વિદ્યાર્થી દીઠ લગભગ 25 હજાર ખર્ચ કરી રહી છે. તો આ એક વિદ્યાર્થી દીઠ વધારાનો રૂપિયા 35 હજારનો ખર્ચ સરકાર કરી રહી છે તે તેઓના માનીતાને ફાયદો કરાવવાનો આક્ષેપ જિલ્લા પંચાયતના અલંગ બેઠકના સદસ્ય લાલુબેન નરશીભાઈ ચૌહાણે કરી શિક્ષણ સમિતિના ચેરમેનને રજૂઆત કરી સ્કુલ ઓફ એક્સેલન્સનું તુત બંધ કરવા જણાવાયું છે. તદુપરાંત જિલ્લાની ઘણી શાળાઓમાં ઓરડાની ઘટ છે. ત્યારે સરકાર આવા ફટવા બંધ કરી નવા ઓરડા બનાવે તેવી માગણી કરી છે.

અન્ય સમાચારો પણ છે...