તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ભાવનગર મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગની દબાણ હટાવ ટીમ દ્વારા આજે નિલમબાગ થી જ્વેલસ, શિવાજી સર્કલ થી મોખડાજી સર્કલ અને નિર્મળનગર ખાતે રસ્તા પર અડચણ કરતા લારી કેબીનો સહિતનું હટાવ્યું હતું. કોર્પોરેશનના પ્રજાના પ્રતિનિધિઓ ઘર ભેગા થતાં જ કોર્પોરેશનના અધિકારીઓ અસલ મૂડમાં આવ્યા હોય તેમ શહેરમાં જુદાજુદા સ્થળોએથી દબાણ હટાવવાની કામગીરી શરૂ કરી છે. જેમાં ગઈકાલે ભાવનગર રાજકોટ રોડ પરથી દબાણો હટાવ્યા બાદ આજે નીલમબાગ સર્કલ થી જ્વેલસ સર્કલ સુધી રસ્તાની બંને તરફ રાખેલી લારીઓ કેબીનો હટાવી હતી તેમજ શિવાજી સર્કલ થી મોખડાજી સર્કલ સુધી પણ રસ્તામાં અડચણ કરતા ગેરકાયદેસર લારી ગલ્લા દૂર કર્યા હતા.
જ્યારે નિર્મળનગર ખાતે પાવર હાઉસની પાસે કબાડી માર્કેટ પણ દૂર કરી હતી.ભાવનગર શહેરમાં મંજુર થયેલા અનેક રોડના કામો હાથ ધરવામાં આવ્યા છે ત્યારે રોડમાં અડચણકર્તા દબાણો હટાવવાની કોર્પો દ્વારા કામગીરી હાથ ધરાઇ છે. આગામી દિવસોમાં પોલીસ બંદોબસ્ત બાદ મોટુ ડિમોલેશન હાથ ધરાશે.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.