ભાવનગર શહેરમાં છેલ્લા ઘણા સમયથી કમિશનરની સીધી સુચના તળે ચાલતા ઓપરેશન દબાણ હટાવમાં આજે શહેરના તિલકનગર, આનંદનગર, ત્રિકોણ બાગ સુધીના રસ્તા પર ઠેર ઠેર ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા હતા.
કાચા-પાકા દબાણો સ્થળ પર તોડી પાડ્યા
કમિશનરે સ્ટાફને સુચના આપીને આ વિસ્તારમાં ઓપરેશન દબાણ હટાવ હાથ ધરાવ્યું હતું જેમાં કોર્પોરેશનના સ્ટાફ દ્વારા એક જેસીબી, એક ક્રેઇન અને ત્રણ ટ્રક સાથે કાર્યવાહી હાથ ધરી હતી, પાક્કી દુકાનો પર બુલડોઝર ફેરવી દેવાયું હતું. સાત શેડ ઉખેડી ફેંકાયા હતા, બે ઓરડી જમીન દોસ્ત કરાઇ હતી જ્યારે પાંચથી વધુ કેબીનો જપ્ત કરાઇ હતી. આ ઉપરાંત કમિશનરના રાઉન્ડમાં કાળુભા રોડ પરથી નિકળતા બે રિક્ષા અડચણરૂપ પાર્ક થયેલી જાવા મળતા તેને લોક મરાવી દંડ વસુલ્યો હતો. જ્યારે આનંદનગરમાં પ્લાસ્ટીક ડ્રાઇવ કરી 15 કિલોથી વધુ પ્રતિબંધિત પ્લાસ્ટીક ઝડપી લઇ દંડ કર્યો હતો.
લારી-ગલ્લા, બાકડા, પાટીયા કબ્જે કરાયા
આ અંગે દબાણ હટાવ સેલના અજીતસિંહ સોલંકી એ જણાવ્યું હતું કે, શહેરના તિલકનગર રોડ, સ્લમબોર્ડ આનંદનગર, આડોડીયા વાસ સહિતના વિસ્તારો માંથી ગેરકાયદેસર ખડકી દેવામાં આવેલા લારી-ગલ્લા, બાકડા, પાટીયા કબજે લેવામાં આવ્યા હતા.તેમજ કાચા પાકા દબાણો સ્થળ પર તોડી નાખવામાં આવ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.