• Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • Pressure Relief Operation Undertaken By Bhavnagar Municipal Corporation; Cabins, Sheds Near Walketgate Health Center Were Decommissioned

દબાણો હટાવવાની ઝુંબેશ યથાવત:ભાવનગર મહાનગરપાલિકા દ્વારા દબાણ હટાવોની કામગીરી હાથ ધરાઈ; વાલ્કેટગેટ આરોગ્ય કેન્દ્ર પાસેના કેબીન, ઓટલાઓ સહિતના દબાણો હટાવાયા

ભાવનગર10 દિવસ પહેલા
  • કૉપી લિંક

ભાવનગર મહાનગરપાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં થયેલા ગેરકાયદે દબાણો હટાવવાની ઝુંબેશ યથાવત રાખવામાં આવી છે. આજે શહેરના વાલ્કેટગેટ વિસ્તારમાંથી કેબીન, ઓટલાઓ તથા શેડ સહિતના દબાણો દૂર કરી જગ્યા ખુલ્લી કરવામાં આવી હતી.

કેબીનો ક્રેઇનની મદદથી જપ્ત કરાઈ
ભાવનગર મહાનગરપાલિકાના કમિશનર એન.વી. ઉપાધ્યાયની સીધી દેખરેખ હેઠળ મહાનગરપાલિકાના કાફલાએ ક્રેઇન સહિતના સાધનો સાથે શહેરના વાલ્કેટગેટ વિસ્તારમાં આવેલા આરોગ્ય કેન્દ્ર પાસેના દબાણો હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. મહાનગરપાલિકાની ટીમ દ્વારા આરોગ્ય કેન્દ્રની આસપાસ ખડકી દેવામાં આવેલી કેબીનો ક્રેઇનની મદદથી જપ્ત કરી જગ્યા ખુલ્લી કરવામાં આવી હતી.

આરોગ્ય કેન્દ્ર પાસેથી દબાણો હટાવ્યા
આ અંગે દબાણ હટાવ સેલના અજીતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, શહેરના વાલ્કેટગેટ વિસ્તારમાં આવેલા આરોગ્ય કેન્દ્ર પાસેની 6થી 7 કેબીનો જપ્ત કરવામાં આવી હતી. તથા 8થી 10 જેટલા ઓટલાઓ તોડી પાડવામાં આવ્યા હતા અને આઠથી દસ જેટલા શેડો દૂર કરવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...