તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ડિમોલેશન:ભાવનગરમાં રસ્તા પરના રૂપિયા 14 કરોડના દબાણો દૂર કરાયા

ભાવનગર22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બોરતળાવ નજીક 1 6000 ચો.મી. જમીન પર લારી-ગલ્લાના દબાણો હતા તે દૂર કરાયા

શહેરના પ્રથમ ફ્લાય ઓવરનું કામ શરૂ થયા બાદ આ વિસ્તારમાંથી કોર્પોરેશને 6000 ચો.મી.જમીન અંદાજે રૂા.14 કરોડની જમીન દબાણ મુક્ત કરી છુટી કરેલ છે. જેના પર ડાયવર્ઝનના રસ્તાનું કામકાજ શરૂ કરેલ છે.

અા અંગે એક પ્રશ્નના જવાબમાં રોડ એન્જીનિયર મકવાણાએ જણાવ્યુ હતુ કે ફ્લાય ઓવરના માત્ર બોરતળાવના નાકાથી દેસાઈનગર પેટ્રોલપંપ સુધીના રસ્તાની બંને બાજુ અડધા રસ્તા સુધી લારીઓ-ગલ્લાઓ-ઓટલાઓ-શેડ વગેરેનું દબાણ હતું. આ દબાણને કોર્પોરેશન દ્વારા દૂર કરવામાં આવ્યુ છે અને ડાયવર્ઝનનો રસ્તો પણ બન્ને બાજુ 7.50 મીટર પહોળો અને 750 મીટર લાંબો પેવર રોડ બનશે. રેલ્વે હોસ્પિટલની જમીન કોર્પો.ને મળ્યા બાદ આ રસ્તા પર વાહન વ્યવહાર શરૂ કરાયો હતો. રસ્તામાં ઠેર ઠેર ખાડા પડયા હોવાથી વાહનચાલકોેને મુશ્કેલી હતી. આ અંગે લોકોએે ધારાસભ્ય જીતુભાઈ વાઘાણીને રજુઆત કરતા તેમણે તંત્ર સાથે સંકલન કર્યું હતું. ચોમાસાના કારણે ડામરના પ્લાન્ટ બંધ હોવાથી અને રસ્તા માટેના ગોધરાના મજુરો પણ ન મળવાથી રસ્તાનું કામ થતુ ન હતું.

અેન્જીનીયર મકવાણા અને જીતુભાઈ વાઘાણીના પ્રયત્નો બાદ ડામર પ્લાન્ટ ખાસ શરૂ કરવામાં આવ્યો. ઉપરાંત ગોધરાથી મજુરોને ભાડાના પૈસા આપીને પણ ભાવનગર બોલાવ્યા બાદ આજે પેવર રોડનું કામ શરૂ કરાવ્યું હતું. જેને કારણે વાહનચાલકો હેરાન ન થાય આજે સ્થળ પર જીતુ વાઘાણી, મહેશ રાવળ, અશોકભાઈ બારૈયા, તુલસી સીતારામ સહિતના લોકોએ પેવર રોડના ચાલુ થયેલા કામનું નિરીક્ષણ કરી કામમાં આવતા અવરોધો દૂર કરાવ્યા હતા.

આ ઉપરાંત આ વિસ્તારમાં આવેલા દુકાનદારોએ પણ તેમની દુકાન આગળ રહેલુ દબાણ વાઘાણીની સમજાવટ બાદ સ્વેચ્છાએ દૂર કર્યું હતું. ફ્લાય ઓવરનું કામ લાંબો સમય ચાલે તેમ હોય ડાયવર્ઝનના રસ્તાઓ પણ ડામરના પાકા બનાવવાનું નક્કી કરાયું છે.

લાલ ટાંકીથી દેસાઇનગર સુધી બન્ને સાઇડ પેવર રોડ બનશે
ધારાસભ્ય જીતુભાઇ વાઘાણીએ જણાવ્યુ઼ હતુ કે ટુંક સમયમાં લાલ ટાંકીથી દેસાઇનગરના નાળા સુધી બન્ને સાઇડ પેવર રોડ બની જશે જેથી લોકોની હાલાકી દુર થશે. આ ફ્લાય ઓવરના બાંધકામમાં જમીનમાં 80 ફૂટ ઉંડા પાંચ ફૂટના ખાડા થાંભલા પર 35 ફૂટના છ ફૂટ જાડા ઓટલા પર અઢી મીટરનો ગાડા 78 મીટર પર બનાવાશે. આ ફ્લાયઓવરમાં ક્યાંય પ્રિ-કાસ્ટ નહીં વપરાય સીધુ આરસીસી ઉપર જ કામ કરાશે.

અન્ય સમાચારો પણ છે...