તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:જિલ્લા પંચાયતની વિવિધ સમિતિઓમાં અન્ય પાર્ટીઓને સ્થાન આપવા પ્રમુખ સમક્ષ રજૂઆત કરાઈ

ભાવનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • યોગ્ય લાયકાત ધારવાત સદસ્યોને સમિતિમાં સ્થાન આપવા માગ

ભાવનગર જિલ્લા પંચાયતની સાધારણ સભા આજે જિલ્લા પંચાયતના પ્રમુખ ભરતસિંહ ગોહિલના અધ્યક્ષ સ્થાને મળી હતી. આ સભામાં જિલ્લા પંચાયતના ચુંટાયેલા સભ્યોને જુદી જુદી આઠ સમિતિઓમાં સ્થાન આપવામાં આવ્યું હતું જેમાં ખાસ કરીને શિક્ષણ, અપીલ, જાહેર બાંધકામ, સામાજીક ન્યાય, કારોબારી, જાહેર આરોગ્ય સહિતની આઠ કમિટીઓની રચના કરવામાં આવી હતી. હાલમાં જિલ્લા પંચાયતમાં ભાજપનું શાસન છે.

ભાવનગર જિલ્લા પંચાયતની સામાન્ય સભાની ખાસ બેઠક માટે જે સમિતિઓની રચના કરવાની છે તેમાં ગુજરાત પંચાયત અધિનિયમ 1993 ની કલમ 145 (1) મુજબ જિલ્લા પંચાયતના ચુંટાયેલા સદસ્યો ને લેવાના હોય છે, કોઈ એક જ પાર્ટીના લેવાના હોય એવું નો હોય તો આપ ને મારી વિનંતી છે કે યોગ્ય અને લાયકાત ધરાવતા જિલ્લા પંચાયતના સદસ્યો ને સમિતિમાં સ્થાન આપવામાં આવે તેમ આમ આદમી પાર્ટીના લાલુબેન નરશીભાઈ ચૌહાણએ જિલ્લા પંચાયત પ્રમુખને પત્ર પાઠવી રજૂઆત કરી હતી,

આમ આદમી પાર્ટીના લાલુબેન નરશીભાઈ ચૌહાણએ વધુમાં જણાવ્યું હતું કે સુરત મહાનગરપાલિકાની સમિતિઓની રચનામાં કોઇ એક જ પાર્ટીના નહીં બલ્કે લાયક અને કાર્યશીલ સદસ્યોને બીજી પાર્ટીના પણ રાખવામાં આવ્યા છે, તો ભાવનગરમાં પણ આવી જ રીતે જિલ્લા પંચાયતની સમિતિઓમાં અન્ય પાર્ટીઓને સ્થાન આપવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...