રજુઆત:ધો.9થી12ના અભ્યાસક્રમમાં ઘટાડા અંગે વાલી મંડળ દ્વારા શિક્ષણમંત્રીને રજુઆત

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શિક્ષકો દ્વારા પણ સો ટકા અભ્યાસક્રમને ન્યાય આપવો અશક્ય

આગામી એસ.એસ.સી. અને એચ.એસ.સી. બોર્ડની પરીક્ષા નજીકમાં છે ત્યારે હજી સુધી સરકાર દ્વારા અભ્યાસક્રમ ઘટાડા અંગેની કોઇ જ જાહેરાત કરવામાં આવેલ ન હોઇ વિદ્યાર્થીઓ અને વાલીઓ મૂંઝવણ અને ચિંતાસભર પરિસ્થિતિમાંથી પસાર થઇ રહ્યા છે. કોરોનાકાળમાં બાળકો માનસિક રીતે સ્વસ્થતાપૂર્વક અભ્યાસ ન કરી શકયા હોય. કેટલાક કિસ્સામાં તો બાળકના પરિવારમાંથી કોઇ સ્વજનનું અવસાન થયેલ હોય અથવા તો ગંભીર રીતે સંક્રમિત થયા હોય તેવા પરિવારના બાળકોની મન:સ્થિતિ અકલ્પનીય છે.

આ ઉપરાંત ધો.9 અને 10 તેમજ ધો.11 અને 12નો અભ્યાસક્રમ પરસ્પર અનુબંધ સધાયેલો હોય છે. જેથી ગત વર્ષે તમામ બાળકોને ઓનલાઇન જ શિક્ષણ મેળવ્યું છે. આથી ગત વર્ષનો કોન્સેપ્ટ સારી રીતે કિલયર ન પણ થઇ શકયો હોય. એટલું જ નહીં સરકાર દ્વારા ઓનલાઇન શિક્ષણનો વિકલ્પ પણ ખુલ્લો રાખેલો હોવાથી અમુક ટકા બાળકોએ આ વિકલ્પ સ્વીકાર્યો હોવાથી શિક્ષણ સારી રીતે આત્મસાત કરી શકયા નથી.

સરકારના શિક્ષણ વિભાગની એસ.ઓ.પી. મુજબ વર્ગખંડની ક્ષમતાના 50 ટકા બાળકો જ બોલવવાના હોય, જયાં આગળ વિદ્યાર્થી સંખ્યા વધુ હોય તેવી સ્કુલોમાં બાળકોને અલટરનેટ બોલાવેલ હોય, શિક્ષકો દ્વારા પણ સો ટકા અભ્યાસક્રમને કઇ રીતે ન્યાય આપી શકાય. સરકાર દ્વારા બાળકોના વિશાળ હિતને ધ્યાનમાં રાખીને વહેલીતકે અભ્યાસક્રમ ઘટાડાની જાહેરાત કરવામાં આવે તેવી વિદ્યાર્થીઓ અને વાલીઓની લાગણી અને માગણી છે આ અંગે વાલી મંડળ દ્વારા શિક્ષણમંત્રીને રજુઆત કરી છે.

અન્ય સમાચારો પણ છે...