એજ્યુકેશન:કરો તૈયારી, યુનિવર્સિટી દ્વારા 81 મેડલોની પરીક્ષાર્થીઓને તાસક

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 126 વિદ્યાર્થીઓને કેશ પ્રાઇઝ આપવામાં આવશે
  • એમ. કે. બી યુનિવર્સિટીની વિવિધ વિદ્યાશાખાના તેજસ્વી તારલાઓને 40 ગોલ્ડ મેડલ , 12 સિલ્વર મેડલ, 29 ગોલ્ડ પ્લેટેડ સિલ્વર મેડલ અપાશે

મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી દ્વારા મેડલ અને પ્રાઈઝ નોટીફીકેશન-2022 જાહેર કરાયું છે. તે માટે લિન્ક https://www.mkbhavuni.edu.in/mkbhavuniweb/exam_top_ranker.php છે. એમ.કે.બી. યુનિ. દ્વારા મેડલ અને પ્રાઈઝ નોટીફીકેશન-2022માં 40 ગોલ્ડ મેડલ , 12 સિલ્વર મેડલ,ઢ 29 ગોલ્ડ પ્લેટેડ સિલ્વર મેડલ તેમજ 126 ચેક (કેશ પ્રાઈઝ)થી વિવિધ વિદ્યાર્થીઓ મેડલ અને ચેક એનાયત કરાશે.

મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીના પરીક્ષા વિભાગ દ્વારા મેડલ અને પ્રાઈઝ નોટીફીકેશન-2022 પ્રસિદ્ધ કરેલ છે. જે યુનિવર્સિટીની વેબસાઈટ પરથી જોવા મળશે. વધુમાં જણાવવાનું કે નોકરી આપનારા નોકરીદાતાઓ, દાન આપનાર દાતાઓ તથા વિદ્યાર્થીઓની સરળતા માટે યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓના ફોટોગ્રાફ સાથેનું નોટીફીકેશન બહાર પાડવામાં આવેલ છે. જેની સંબંધિત તમામ વિદ્યાર્થીઓએ નોંધ લેવા પરીક્ષા વિભાગ દ્વારા અનુરોધ કરાયો છે. આ વિદ્યાર્થીઓને મેડલ અને કેશ પ્રાઈઝ અપાશે.

અન્ય સમાચારો પણ છે...