નવરાત્રિની તૈયારી:ભાવનગરના શક્તિધામ ભંડારિયા બહુચરાજીમાં નવરાત્રી ઉત્સવની તૈયારીઓનો પ્રારંભ

ભાવનગર20 દિવસ પહેલા
  • કૉપી લિંક

ભાવનગરના ભંડારિયા શક્તિધામ બહુચરાજી માતાના પુરાણ પ્રસિદ્ધ સ્થાનકે નવરાત્રી ઉત્સવ શ્રદ્ધા ભાવથી ઉજવાશે. કોરોનાકાળ બાદ આ વર્ષે ધામધૂમથી નવરાત્રીનો મહોત્સવ પરંપરાગત રીતે ઉજવવા તૈયારીઓ હાથ ધરી દેવાઈ છે.

નિજ મંદિરેથી વાજતે ગાજતે માણેકચોકમાં પહોંચી
શાસ્ત્રોકતવિધિ અનુસાર ભંડારિયા બહુચરાજી મંદિરે નવરાત્રિ ઉત્સવની પરંપરા રહી છે. જે મુજબ જળજીલણી અગિયારસના રોજ સવારે 10 કલાકે માણેકચોકમાં મંડપ રોપી અને ધ્વજાનું રોહણ કરવામાં આવશે. આ સાથે નવરાત્રી ઉત્સવ સંદર્ભે વિવિધ વિભાગોમાં કામગીરી હાથ ધરાશે. મંડપ રોપણ પ્રસંગે નિજ મંદિરેથી વાજતે ગાજતે માણેકચોકમાં પહોંચી વિધિવિધાનભેર મંડપ રોપી ધ્વજા ફરકાવામાં આવશે. દરેક ભાવિકોને ઉપસ્થિત રહેવા બહુચરાજી મંદિર ટ્રસ્ટ દ્વારા અનુરોધ કરાયો છે.

ભંડારિયાના શક્તિધામ બહુચરાજી માતાના પુરાણ પ્રસિદ્ધ સ્થાનકે નવરાત્રિ ઉત્સવ શ્રદ્ધા ભાવથી ઉજવાશે
કોરોનાકાળ બાદ આ વર્ષે ધામધૂમથી આ મહોત્સવ ઉજવવા બહુચરાજી મંદિર ટ્રસ્ટ દ્વારા તેયારીઓ હાથ ધરી દેવાઈ છે, આજે મંડપ રોપણ વિધિ સંપન્ન કરવામાં આવી. શાસ્ત્રોક્ત વિધિ અનુસાર બહુચરાજી મંદિરે નવરાત્રિ ઉત્સવની પરંપરા રહી છે જે મુજબ જળજીલણી અગિયારસના એટલે કે આજે માણેક ચોકમાં મંડપ રોપી અને ધ્વજાનું રોહણ કરવામાં આવ્યું. આ સાથે ઉત્સવ સંદર્ભ વિવિધ વિભાગોમાં કામગીરી હાથ ધરાશે. મંડપ રોપણ પ્રસંગે નિજ મંદિરેથી વાજતે-ગાજતે માણેકચોકમાં પહોંચી વિધિવિધાનભેર મંડપ રોપી ધ્વજા ફરકાવવામાં આવી.

માણેકચોકમાં ભવાઈ અને નાટકો યોજાય છે
અત્રે ઉલ્લેખનીય છે કે ભંડારીયા મંદિર ખાતે નવરાત્રીના નવ દિવસ દરમિયાન આજે પણ ડિસ્કો દાંડિયાને સ્થાન નથી. અહીંયા માણેકચોકમાં નવ દિવસ માતાજીનું ભજન કીર્તન કરવામાં આવે છે અને ભવાઈ નાટકો ભજવામાં આવે છે, માણેકચોકની અંદર કોઈપણ વ્યક્તિને ઉચા સ્થાને બેસવાની મનાઈ છે. અહીંયા દરેક વ્યક્તિ જમીન પર બેસી અને માણેકચોકમાં ભજવાતા ભવાઈ નાટકોને નિહાળે છે, બગદાણાના બજરંગદાસ બાપા આ ભવાઇ નાટકો નિહાળવા માટે ભંડારીયા આવતા હતા અને આ ભવાઇ નાટકોને લઈને દાતાના રાજવીઓ દ્વારા ભંડારીયા ગામથી આવતા યાત્રીકોનો રાજાશાહીના સમયમાં મૂંડકી વેરો માફ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...