તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા પોલીસ ઇન્સપેક્ટર, વર્ગ-૨ની પ્રીલીમીનરી પરીક્ષા ભાવનગર જિલ્લામા આગામી તા.3 જાન્યુઆરી,2021ને રવિવારે લેવામાં આવશે. ભાવનગર ખાતે કુલ 31 પરીક્ષા કેન્દ્રો ખાતે 8200થી વધુ ઉમેદવારો આ કસોટી આપવાના છે. ત્યારે આ પરીક્ષાના સુચારૂ આયોજન માટે બેઠક મળી હતી. તા.3 જાન્યુઆરીને રવિવારે સવારે 11 વાગ્યાથી બપોરના 1 વાગ્યા દરમિયાન આ પરીક્ષા લેવામાં આવશે અને તેમાં કોરોનાની ગાઇડ લાઇનનું ચૂસ્તપણે પાલન કરવામાં આવશે તેમ ડીઇઓ કચેરીના ઇ.આઇ.એમ.આર.પાંડેએ માહિતી આપતા જણાવ્યું હતુ.
ભાવનગર ખાતે લેવાનારી પોલિસ ઇન્સ્પેક્ટર વર્ગ-2ની આ પ્રિલિમિનરી પરીક્ષાના આયોજન પરીક્ષાર્થીઓ નિર્ભયતાથી, શાંતિપૂર્વક પરીક્ષા આપી શકે તેમજ પરીક્ષા કેન્દ્રોની આજુબાજુના વિસ્તારોમાં અસામાજિક તત્વો એકઠા થઇ પરિક્ષાર્થીઓને ખલેલ ન પહોંચાડે તેમજ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે પૂરતો પોલિસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવશે. પરીક્ષાર્થીઓએ કોરોનાની ગાઇડલાઇનનું ચૂસ્તપણે પાલન કરવાનું રહેશે.
જાહેરનામાનો ભંગ કરનાર ફોજદારી કલમ મુજબ સજાને પાત્ર થશે. પરીક્ષાના સમય દરમિયાન પરીક્ષા કેન્દ્રોની 100 મીટરની ત્રિજ્યામાં ઝેરોક્ષ, ફેક્સ, સ્કેનર મશીનના ઉપયોગ પર તેમજ પરીક્ષા કેન્દ્રની 100 મીટરની ત્રિજ્યામાં લાઉડસ્પીકર વગાડી શકાશે નહીં.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.