તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રસી લઇ શકે છે:પ્રેગનેન્ટ વુમન, નવજાત શિશુને જન્મ આપનાર બહેનો કોરોના રસી લઇ શકે

ભાવનગર11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પીડીયાટ્રીક ડો. સ્મિત વડોદરિયાનો મત
  • જન્મેલા બાળકોને કોરોનાથી બચાવવા નામ પાડવા જેવી વિધિ અને પ્રસંગોને ટાળવા જરૂરી

પ્રેગ્નેન્ટ વુમન હોય કે નવજાત શિશુને જન્મ આપ્યો હોય તેવા બહેનો પણ બિલકુલ રસી લઇ શકે છે તેઓ મત પીડીયાટ્રીક ડો. સ્મિત વડોદરિયાનો છે. તેઓ મૂળ ભાવનગરના છે અને હાલ આણંદની ડો નયનાબેન પટેલની જાણીતી આઈ વી એફ હોસ્પિટલ ખાતે કાર્યરત છે. ઘણા બહેનોમાં પ્રશ્ન હોય છે કે પ્રેગ્નન્સી દરમિયાન રસી લેવી કે ન લેવી પરંતુ કોઈપણ સમયે રસી લેવાથી કોરોનાથી બચી શકાય છે. ડો.સ્મિતે વધુમાં જણાવ્યું કે, જે માતાએ બાળકને જન્મ આપ્યો છે તેઓ પણ ચોક્કસ પણે રસી લઇ શકે છે.

તેનાથી બાળકની તંદુરસ્તીમાં પણ ફાયદો થતો હોય છે. આ ઉપરાંત ત્રીજી લહેરની સંભાવના વચ્ચે અને બાળકોને ચેપ લાગવાની શક્યતા વચ્ચે તેઓએ જણાવ્યું કે, આપણે નામ પાડવા જેવી વિધિ અને પ્રસંગોને ટાળવા જોઈએ. જેથી નવજાત શિશુને બચાવી શકાય છે. પાંચ વર્ષથી ઉપરના બાળકોને તો માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ જેવી વાત સમજાવી પણ શકાય છે. આમ પ્રેગનેન્ટ વુમન, નવજાત શિશુને જન્મ આપનાર બહેનો કોરોના રસી લઇ શકે છે.

અન્ય સમાચારો પણ છે...