પ્રિકોશન ડોઝ:આજથી 60 પ્લસ કોમોર્બિડ લાભાર્થીઓને પ્રિકોશન ડોઝ

ભાવનગર4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હેલ્થ વર્કર અને ફ્રન્ટલાઈન વર્કરને પણ રસીકરણ
  • cowin.gov.in પર રસીકરણ જે નંબર પર કરેલું તેમાં લોગીન કરી સર્ટિફિકેટ ડાઉનલોડ કરી શકાશે

આવતી કાલ તા.10 જાન્યુઆરીને સોમવારથી કોરોના રસીકરણ અંતર્ગત લાભાર્થીને આપવામાં આવેલ બીજા ડોઝની તારીખ થી 9 મહિના (39 અઠવાડિયા પૂર્ણ થયેથી) પ્રિકોશન ડોઝ આપવાનો રહેશે. 60 વર્ષથી વધુના કોમોર્બિડ લાભાર્થીને કે જેઓએ અગાઉ બંને ડોઝ લીધા હોઈ તેમને ડૉક્ટરની સલાહ મુજબ પ્રિકોશન ડોઝ આપવાના રહેશે, જેના માટે કોઈ ડૉક્ટરના સર્ટિફિકેટની જરૂરિયાત રહેતી નથી.

પ્રિકોશન ડોઝ માટે લાભાર્થીની પાત્રતા માત્ર કોવીન સોફ્ટવેર મુજબ આપવામાં આવેલ બીજા ડોઝની તારીખ પરથી નક્કી કરવાનું રહેશે. પ્રિકોશન ડોઝ લીધા અંગેની નોંધ કોવીડ વેક્સિનેશન સર્ટિફિકેટમાં કરવામાં આવશે.હેલ્થ વર્કર HCW અથવા તો ફ્રન્ટ લાઇન વર્કર FLW પોતાનાના નજીકના આરોગ્ય કેન્દ્ર અથવા નજીકના રસીકરણ કેન્દ્ર પર પ્રિકોશન ડોઝ મેળવી શકશે FLW જેમનું સમૂહમાં વેક્સિનેશન કરવાનું હોઈ તેમને પોતાના તાલુકા કક્ષાએ વેક્સિનેશન માટે તાલુકા આરોગ્ય અધિકારી દ્વારા રસીકરણ માટે વ્યવસ્થા ગોઠવી આપવામાં આવશે જે લાભાર્થીનું FLW તરીકે સર્ટિફિકેટના હોઈ સિટીઝન તરીકે હોઈ તેમને તાલુકા આરોગ્ય અધિકારીનો સંપર્ક સાધી એમની પાસેથી સર્ટિફિકેટમાં યોગ્ય સુધારા કરાવી વેક્સિનેશન લેવાનું રહેશે.

અન્ય સમાચારો પણ છે...