શિક્ષણની સમસ્યા:શાળાઓમાં પ્રાર્થના, પર્યટન અને સ્પોર્ટ્સ વિસરાયા

ભાવનગર24 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ઓનલાઈન બાદ િવદ્યાર્થીઓમાં શિસ્તના પ્રશ્નો પણ સર્જાયા
  • ​​​​​​​દોઢ વર્ષ ઓફલાઇન અભ્યાસથી દુર થયા બાદ વિદ્યાર્થીઓમાં ઓનલાઇનની આડઅસર જોવા મળી

હવે આમ તો ઉચ્ચત્તર પ્રાથમિકથી લઇને કોલેજ કક્ષા સુધી વર્ગખંડોમાં પ્રત્યક્ષ શિક્ષણનો આરંભ થઇ ગયો છે આમ છતાં હજી વિદ્યાર્થીઓએ કોરોનાના દોઢ વર્ષના સમયગાળા દરમિયાન ઘરે રહીને ઓનલાઇન અભ્યાસ કર્યો તેની આડઅસરોથી મુક્ત થયા નથી. હવે ઓફલાઇન શિક્ષણ શરૂ થયું છે ત્યારે એક પછી એક આડઅસરો જોવા મળી રહી છે. ખાસ કરીને શાળામાં અને વ્યક્તિત્વ ઘડતરમાં અભિન્ન અંગ ગણાતા પ્રાર્થના, સમૂહ જીવન, પ્રવાસ અને રમત-ગમત વિસરાઇ ગયા છે. વળી વિદ્યાર્થીઓમાં શિસ્તના પ્રશ્નો પણ સર્જાયા છે. હોમવર્ક અને અભ્યાસ પ્રત્યેની અભિમુખતા ઘટી ગઇ છે. મનો-સામાજિક સ્વાસ્થ્ય કથળ્યું છે. મોબાઇલના અતિરેકથી અનેક વિદ્યાર્થીઓને નાની વયે ચશ્માના નંબર વધી ગયા છે.

મોટા ભાગના બાળકો ગેઇમ્સના રવાડે ચડી ગયા છે. આ ફરિયાદ અમારી નહીં પણ વાલીઓને છે તેમ જિલ્લા આચાર્ય સંઘના મહામંત્રી ડો.રામદેવસિંહ ગોહિલે જણાવ્યું હતુ. ગ્રામ્યકક્ષાએ મોટાભાગના વાલીઓ હવે ઈચ્છી રહ્યા કે 100 % વિદ્યાર્થીઓને બોલાવો જેથી તેમનો અભ્યાસ બગડે નહીં.ઓનલાઈન શિક્ષણથી સૌ થાક્યા છે પ્રત્યક્ષ શિક્ષણ જ વાસ્તવિક શિક્ષણ છે તે અનુભવે જાણી લીધું.

વહેલામાં વહેલી તકે બાલમંદિર થઈ 5 સુધીનું શિક્ષણ પણ આવશ્યક છે દરેક શાળાઓમાં કોરોના ગાઈડનું પાલન થઈ રહ્યું છે માટે જ કોઈ બાળકોમાં કેસ આવ્યા નથી.50 % બાળકોને બોલાવાથી એક વિષયમાં ત્રણ વખત કોર્સ પૂર્ણ કરવો પડે જેમકે 50% આજે આવે તેમના માટે 50% કાલે આવે એ માટે અને ઓનલાઈન તો ખરું જ જેમાં સમય ,શક્તિનો ખર્ચ થઈ રહ્યો છે તેમ શૈક્ષિક સંઘના હોદ્દેદાર તરૂણભાઇ વ્યાસે જણાવ્યું હતુ.

50% બાળકો બોલાવાના અને 100% કોર્સ પૂછાશે
આ વર્ષે શિક્ષણ વિભાગ દ્વારા હજી સુધી કોરોનાની ગાઇડલાઇન મુજબ વર્ગખંડમાં 50 ટકા જ વિદ્યાર્થીઓને હાજર રાખવાના છે પણ હવે જાહેરાત કરવામાં આવી છે કે પરીક્ષામાં 100 ટકા કોર્સ પૂછાશે. આ સંજોગોમાં રોજ 50 ટકા હાજરી હોય અને 2 માસનો કોર્સ ચાર માસમાં પૂરો થાય તેમ હોય ત્યારે કઇ રીતે 100 ટકા કોર્સ પુરો થાય તે પ્રશ્ન મુખ્ય છે.

ઓનલાઇન શિક્ષણનો પ્રયોગ ગ્રામ્યમાં નિષ્ફળ રહ્યો
શહેર-જિલ્લામાં બાળકોને ટીવી અને મોબાઇલ દ્વારા ઓનલાઇન શિક્ષણ અપાય છે. જોકે આજે પણ જિલ્લાના ગ્રામ્યમાં જ્યાં શિક્ષણનું સ્તર ખૂબ નીચું છે ત્યાં ઓનલાઇન શિક્ષણનો પ્રયોગ સાવ નિષ્ફળ રહ્યો હોવાનો શિક્ષકોનો મત છે. ગ્રામ્ય વિસ્તારમાં સમસ્યા એ હતી કે મોટાભાગના ઘરમાં પિતા મજૂરી કરવા જાય ત્યારે માતા ઘરનું કામ કરતી હોય છે. તેઓ બાળક શિક્ષણ મેળવી રહ્યો છે કે કેમ તેના પર યોગ્ય ધ્યાન આપી રહ્યાં નથી. મોબાઇલ નેટવર્કની પણ સમસ્યા રહી હોય આ પ્રયોગ નિષ્ફળ રહ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...