તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આદેશ:પ્રાર્થના, રમતગમત અને સાંકૃતિક કાર્યક્રમો શાળામાં યોજી શકાશે નહી

ભાવનગર20 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • શહેર-જિલ્લામાં ધોરણ 6થી 8માં અભ્યાસ કરે છે 1.11 લાખ વિદ્યાર્થીઓ

ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા આગામી તા.2 સપ્ટેમ્બરને ગુરૂવારથી ધોરણ-6થી 8ના વિદ્યાર્થીઓને સ્કૂલમાં અભ્યાસ કરાવવાની સૂચના આપવામાં આવી છે. ત્યારે ભાવનગર શહેર અને જિલ્લાના ધો.6થી ધો.8ના અંદાજે 1.11 લાખ જેટલા વિદ્યાર્થીઓ માટે શિક્ષણનો આરંભ થશે. જો કે શાળાઓમાં કોરોનાની ગાઇડલાઇનનું ચૂસ્તપણે પાલન કરવાનું રહેશે તેમજ શાળામાં આવતા પૂર્વે બાળકના વાલી પાસેથી સંમતિપત્ર લેવાનું રહેશે. શાળામાં વિદ્યાર્થીઓને સમૂહ પ્રાર્થના, રમત-ગમત, સાંસ્કૃતિક કાર્યક્રમ જેવી પ્રવૃત્તિ કરવવા પર કડક પ્રતિબંધ પાળવાનો આદેશ પરિપત્રમાં કરાયો છે.

તા.2 સપ્ટેમ્બરથી પ્રાથમિક શાળઓમાં ફક્ત ધો.6થી ધો.8માં શૈક્ષણિક કાર્યનો આરંભ થશે જેમાં ગાઇડલાઇન જાહેર કરાઇ છે તે મુજબ વાલીએ સંમતિપત્રક આપ્યું હોય તો જ વિદ્યાર્થીઓને ઓફલાઇન એજ્યુકેશન આપવું, વિદ્યાર્થી, ટીચિંગ કે નોન-ટીચિંગ સ્ટાફ બિમાર હોય તો સ્કૂલમાં પ્રવેશ આપવો નહીં.

પ્રાથમિક શાળાઓમાં ક્લાસની કેપેસિટીને ધ્યાને રાખી 50 ટકા વિદ્યાર્થીઓને બેસાડવા. ક્લાસમાં વિદ્યાર્થી-વિદ્યાર્થી અને વિદ્યાર્થી-શિક્ષક વચ્ચે સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવાનું રહેશે. ક્લાસમાં વિદ્યાર્થી તથા સ્ટાફ માટે માસ્ક ફરજિયાત રહેશે. ક્લાસ પૂર્ણ થયા બાદ આખો ક્લાસ સેનિટાઇઝ કરવાનો રહેશે. સ્કૂલ કેમ્પસમાં ઠેર ઠેર હેન્ડ વોશ કે સેનિટાઇઝર મૂકવાના રહેશે.

પાણીની બોટલ-નાસ્તો લઇને સ્કૂલે જવું
ધો. 1થી 5ના વિદ્યાર્થીઓને સ્કૂલે બોલાવશો તો આચાર્ય સામે કડક કાર્યવાહી કરાશે.વાલીઓએ વિદ્યાર્થીઓને માસ્ક પહેરાવી સેનિટાઇઝર આપી સ્કૂલે મોકલવાના રહેશે. વાલીઓએ વિદ્યાર્થીઓને પાણીની બોટલ અને નાસ્તો લઇને સ્કૂલે મોકવાના રહેશે. ઘર કન્ટેન્મેન્ટ ઝોનમાં કે પછી કોઇ સભ્યને કોરોના થયો હોય તો વાલીએ વિદ્યાર્થીને સ્કૂલે મોકલવો નહીં.

શહેર-જિલ્લામાં 1280 પ્રા. શાળામાં શિક્ષણ
ભાવનગર શહેરમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની 55 અને 130 જેટલી ખાનગી પ્રાથમિક શાળા ઉપરાંત જિલ્લામાં શિક્ષણ સમિતિની 930 જેટલી શાળા ઉપરાંત 165 જેટલી પ્રાથમિક શાળાઓ મળીને
કુલ 1280 જેટલી પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ 1.11 લાખ વિદ્યાર્થીઓ ધોરણ 6થી ધોરણ 8માં અભ્યાસ કરે છે.

અન્ય સમાચારો પણ છે...