કાર્યક્રમ:નંદકુંવરબા કન્યા વિદ્યાલય ખાતે પ્રાર્થના ગીતોનું વિમોચન કરાશે

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નિલમબાગ ખાતે રાઈફલ કલબનાં લોકાર્પણનો કાર્યક્રમ
  • મહારાજા કૃષ્ણકુમારસિંહજીની ત્રણેય કુંવરીઓની તથા રાજ પરિવારની હાજરીમાં મંગળ અને બુધવારે સમારોહ

ઇસ. 1951 આસપાસ રચાયેલા ગીતો નું દ્રશ્ય શ્રાવ્ય વિમોચન કૃષ્ણકુમારસિંહજી ની કુંવરીઓ હંસાબા ઓફ અજયગઢ, દિલહરબા ઓફ પન્ના અને રોહિણી બા ઓફ કચ્છ તથા સમુક્તા કુમારી ગોહિલ, વિજયરાજસિંહજી ગોહિલ, જયવીર રાજ સિંહજી ગોહિલ, બ્રીજેશ્વરિદેવી ગોહિલ, ક્રિતિ રંજનીદેવી ગોહિલ, ની ઉપસ્થિતિ માં તા. 22 ડિસેમ્બર નાં રોજ સાંજે 5 વાગ્યે " તવારીખ નાં ટહુકા નું તાણું" શીર્ષક હેઠળ કરવામાં આવશે.

નંદકુંવરબા ક્ષત્રિય કન્યા વિદ્યાલય ખાતે કૃષ્ણકુમારસિંહજી નાં સમયે લખાયેલ અને સ્વરબધ્ધ કરાયેલ દૃશ્ય ગીતો અને પ્રાર્થનાઓ નું તાજેતરમાં રેકોર્ડિંગ કરવામાં આવ્યું. તા. 23 ડિસેમ્બર નાં રોજ સાંજ નાં 6 વાગ્યે નિલમબાગ પેલેસ ખાતે રાજપરિવાર સંચાલિત નવનિર્મિત " રાઈફલ કલબ " નું લોકાર્પણ પણ થનાર છે. રોહિજીબા નાં પુત્ર સત્યજીત જાડેજા ની પુણ્ય સ્મૃતિમાં આ ઉદઘાટન સમારોહ યોજાશે.

અન્ય સમાચારો પણ છે...