રક્તદાન કેમ્પ:પ્રતાપભાઇ સાચા અર્થમાં મહાજન હતા, સહજતા અને સાદગીના પ્રતિક : જીતુભાઇ વાઘાણી

ભાવનગર19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નિદાન અને રક્તદાન કેમ્પનો બહોળો લાભ લીધો
  • કાકાની સ્મૃતિમાં એમ્બ્યુલન્સની જાહેરાત કરતા મંત્રી વાઘાણી: સોમપ્રકાશ સ્વામીએ સ્મૃતિ વાગોળી

પ્રતાપભાઇ શાહ એ ખરા અર્થમાં મહાજન હતા. જયારે પણ કોઇ ગુંચ ઉભી થઇ હોય, કોઇ મુશ્કેલી ઉભી થઇ હોય ત્યારે પ્રતાપકાકા પાસે જતા તો એનો ઉકેલ આવી જતો હતો.આજે તેમની વિદાયને એક વર્ષ પુરૂ થયુ છે. ત્યારે તેમની સ્મૃતિમાં ભાવનગરના લોકોની આરોગ્યસેવા માટે એક એમ્બ્યુલન્સ વાહન અર્પણ કરૂ છુ તેમ રાજયના કેબીનેટ શિક્ષણમંત્રી જીતુભાઇ વાઘાણીએ જણાવ્યું હતું.

તેમણે જણાવ્યુ હતુ કે ભાવનગર માટે તેમનું એક કમીટમેન્ટ હતુ અને આ કમીટમેન્ટ સાથે જ જીવ્યા છે આજે તેમની ખોટ વર્તાય છે. આ પ્રસંગે અક્ષરવાડીના પૂ.સોમપ્રકાશ સ્વામીએ પ્રતાપભાઇ શાહ અને પ્રમુખ સ્વામી મહારાજ સાથેની સ્મૃતિઓને વાગોળી કાકાના સહજતા, સાદગીભર્યા જીવનની સરાહના કરી હતી.

સ્વ. પ્રતાપભાઇ તારચંદ શાહની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે દિપક હોલ ખાતે સૌરાષ્ટ્ર સમાચાર તથા સ્વ.પ્રતાપભાઇ તારાચંદ શાહ ચેરિટેબલ ટ્રસ્ટ અને ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી દ્વારા મેગા મેડીકલ યોજાયો જેમાં હદયરોગ, ડાયાબિટીસ અને બી.પી. ના રોગ તેમજ આંખના રોગના નિદાન અને સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 241 જેટલા દર્દીઓએ લાભ લીધો હતો.

ડો.શૈલેષભાઇ ત્રિવેદી (એમ.ડી.ફીજીશીયન) અને ડો. અશેષભાઇ મહેતા (આઇ સર્જન) દ્વારા નિદાન અને માર્ગદર્શન આપવામાં આવેલ અને 97 દર્દીઓ હદયરોગ અને બી.પી.ડાયાબિટીસના થયા જેમાંથી 23 દર્દીને ઇસીજી/ કાર્ડિયોગ્રામ રિપોર્ટ કરી આપવામાં આવ્યા અને દરેક દર્દીની ડાયાબિટીસની તપાસ કરી 55 ડાયાબિટીસના રિપોર્ટ કરવામાં આવ્યા તેમજ 23 યુનિટ બ્લડ ડોનેટ પણ થયેલ.

આ કાર્યક્રમને સફળ બનાવવા માટે રેડક્રોસ સોસાયટીના ચેરમેન ડો.મિલનભાઇ દવે, વાઇસ ચેરમેન સુમિતભાઇ ઠક્કર , મંત્રી વર્ષાબેન લાલાણી, ખજાનચી નરેન્દ્રભાઇ ત્રિવેદી, પરેશભાઇ ભટ્ટી, માધવભાઇ મજેઠીયા, કાર્તિકભાઇ દવે વિગેરે હોદ્દેદારોએ જહેમત ઉઠાવી હતી.

અન્ય સમાચારો પણ છે...