તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આયોજન:જળ, ભૂમિ, અગ્નિ, તુલસી ગૌ પૂજન સાથે પ્રકૃતિ વંદન

ભાવનગર17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વિદ્યાર્થીઓએ સામુહિક વૃક્ષ પૂજન કર્યું
  • હિન્દુ આધ્યાત્મિક અને સેવા સંસ્થાન ઉપક્રમે બી.એમ.કોમર્સ હાઈ.માં કાર્યક્રમ યોજાયો

હિન્દુ આધ્યાત્મિક અને સેવા સંસ્થાન ઉપક્રમે બી.એમ.કોમર્સ હાઈસ્કૂલમાં પ્રકૃતિવંદન કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં તમામ મહેમાનોનું સ્વાગત તુલસીના છોડ દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જળ,ભૂમિ,અગ્નિ,તુલસી તથા ગૌ પૂજન કરવામાં આવ્યું હતુ.

આ કાર્યક્રમમાં મેયર કીર્તિબેન દાણીધરીયા,પૂ. કે.પી.સ્વામી, પૂ.મુકેશગીરીબાપુ, ચેમ્બરના પ્રમુખ કિરીટભાઈ સોની,સંઘના વિભાગ સંઘચાલક દિનેશભાઇ શુક્લ,ઉદ્યોગપતિ બુધાભાઈ પટેલ, રાજીવભાઈ પંડ્યા તથા શાળાના ટ્રસ્ટી જયભાઈ મોદી,જાનકીબેન મોદી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

HSSFના સૌરાષ્ટ્ર પ્રાંત સંયોજક પરેશભાઇ ત્રિવેદીએ સ્વાગત કરીને કાર્યક્રમનો ઉદ્દેશ્ય સમજાવ્યો હતો. પૂ.કે.પી.સ્વામી, દિનેશભાઇ શુક્લ તથા મેયર કીર્તિબેને પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું. ઉપસ્થિત અન્ય નાગરિકો અને વિદ્યાર્થીઓએ સામુહિક વૃક્ષ પૂજન કર્યું હતું. અરવિંદભાઈ સોલંકીએ પ્રકૃતિ સંરક્ષણ સંદર્ભે પ્રતિજ્ઞા લેવડાવી હતી સંચાલન હરેશભાઈ રાજયગુરૂએ કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...