તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ભાવનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં પ્રજાપતિ સમાજે અપક્ષ ઉમેદવારી કરવા બાંયો ચડાવી છે, રાજકીય પક્ષો દ્વારા 15 હજારથી વધુ વસ્તી ધરાવતા પ્રજાપતિ સમાજની અવગણના કરવા સામે આજે 7 ગોળ પ્રજાપતિ સમાજ ના પ્રમુખ, આગેવાનો, કાર્યકર્તાઓ એક મંચ પર ભેગા થયા હતા અને અપક્ષ ઉમેદવારી કરવા નિર્ણય લેવાયો હતો.પ્રજાપતિ સમાજના અપક્ષ ઉમેદવારને જ સમાજ દ્વારા મત આપવા અન્યથા મતદાનનો બહિષ્કાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ બેઠકમાં કોર કમિટી પણ રચવામાં આવી હતી.
મહાનગરપાલિકાના 13વોર્ડમાં 52 બેઠક પૈકી એક પણ બેઠક પ્રજાપતિ સમાજને ફાળવવામાં નહીં આવતા સમસ્ત પ્રજાપતિ સમાજમાં રોષની લાગણી જન્મી છે, આ અંગે આજે ગોળ સમસ્ત પ્રજાપતિ સમાજની બેઠક મળી હતી, શહેરના વડવા બ, બોર તળાવ, કાળીયાબીડ સહિતના વોર્ડમાં પ્રજાપતિ સમાજની વસતી નોંધપાત્ર છે. તેમ છતાં રાજકીય પક્ષો દ્વારા પ્રજાપતિ સમાજને ટિકિટની ફાળવણી કરવામાં અન્યાય કરવામાં આવ્યો છે.
ભાવનગરના કાળીયાબીડ, લખુભા હોલ સામે મોનાર્ક ટાઇલ્સ ખાતે મળેલી બેઠકમાં સર્વ ગોળ પ્રજાપતિ સમાજના અગ્રણીઓએ એક સૂર વ્યક્ત કરીને મહાનગરપાલિકાની ચૂંટણીમાં અપક્ષ ઉમેદવારી નોંધાવવા સર્વાનુમતે નિર્ણય લીધો છે.આવી રીતે સમગ્ર સમાજની રાજકીય પક્ષો દ્વારા અવગણના કરાતા પ્રજાપતિ સમાજે સ્વબળે ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો છે.
પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.