તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મુલાકાત:પ્રદેશ કૉંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ ભાલ પ્રદેશની મુલાકાત કરી, લોકોએ ચોમાસા દરમિયાન પડતી તકલીફો દૂર કરાવવા માગ કરી

ભાવનગર3 મહિનો પહેલા
  • અમિત ચાવડાએ વિધાનસભામાં આ પ્રશ્ન ઉઠાવવાની હૈયાધારણા આપી

કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ આજે ભાવનગરના ભાલ પંથકની મુલાકાત લીધી હતી. ભાવનગર જિલ્લાના ભાલ વિસ્તારમાં આવેલા દેવળીયા, સનેસ, માઢીયા અને નર્મદ જેવા ગામોમાં અગરિયાઓ દ્વારા કરતા પાળાને કારણે પાણી ભરવાની સમસ્યા સર્જાય છે. અને લોકોને ભારે મુશ્કેલી પડે છે. જે અંગે લોકો દ્વારા ફરિયાદ કરતા કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડા ભાલ પંથકની મુલાકાત લઇ સમગ્ર પરિસ્થિતિની જાણકારી મેળવી વહેલી તકે લોકોનો પ્રશ્ન હલ થાય તેવા પ્રયત્ન કરશે તેવી સ્થાનિક ગ્રામજનોને ખાત્રી આપી હતી.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા આજે ભાવનગરના ભાલ વિસ્તારની મુલાકાતે આવી પહોચ્યા હતા. ભાલ વિસ્તારમાં આવેલા નર્મદ, માઢીયા, દેવળીયા, સનેસ, આનંદપર સહિતના ગામોની આજુબાજુ થી પાંચ નદીઓના વહેણ નીકળે છે. જેમાં કાળુભા, ઘેલો, કેરી સહીતની નદીનો સમાવેશ થાય છે. આ તમામ નદીઓ જો કે સામાન્ય સીઝનમાં આ તમામ નદી સૂકી હોય છે. પણ ચોમાસા દરમિયાન ઉપરવાસમાં સારો વરસાદ થવાને કારણે નદીમાં પાણી આવે અને જે નદીનું પાણી જુના બંદર પાસે આવેલી ખાડી સુધી પહોંચે છે. હવે પરિસ્થિતિ બદલાય ગઈ છે.

હાલના સમયમાં છેલ્લા પાંચ વર્ષ થી વધુ સમય થી સરકાર દ્વારા મીઠાના અગરિયાઓને ખુલ્લા ખારની જમીન મીઠુ પાકવવા આપી દીધી છે. ત્યારે મીઠાના અગરિયાઓ દ્વારા મીઠુ પાકવવા માટે મોટા મોટા ક્યારા બનાવવા પાળા બનવવામાં આવે છે. અને આ પાળાઓને લીધે નર્મદ, માઢીયા, કાળાતળાવ, સનેસ સહિતના ગામોમાં ચોમાસા દરમિયાન પાણી ઘુસી જાય છે. જેને લીધે ગ્રામજનોને ભારે મુશ્કેલી પડે. લોકોએ પોતાન ઘર મૂકીને હીજરત કરવી પડે તેવી સમસ્યા સર્જાય છે. જે અંગે સ્થાનિક લોકોએ અનેક વાર વર્તમાન સરકારના પદાધિકારીઓ અને અધિકારીઓને રજુઆત કરી અને કોર્ટમાં PIL પણ કરી છતાં કોઈ નિકાલ થયો નથી.

જે અંગે સ્થાનિક લોકો દ્વારા કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સહીતમાં આગેવાનો ભાલ પંથકની મુલાકાત લીધી હતી. ભાવનગર જિલ્લાના ભાલ પંથકના નર્મદ ગામની મુલાકાત લઇ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ સરકાર પર આક્રોશ કરી જણાવ્યું હતું. હાલની સરકારને લોકોના પ્રશ્ન દૂર કરવા કોઈ રસ ન રહ્યો હોય તેમ વારંવાર રજુઆત કરવા છતાં કોઈ નિકાલ કરવામાં આવ્યો નથી. ભાવનગર જિલ્લાના નર્મદ, સનેસ, માઢીયા સહીતના ગામમાં લોકોને ચોમાસા દરમિયાન પોતાના ઘર થી દૂર રહેવું પડે છે. જે અંગે સરકાર કોઈ યોગ્ય કાર્યવાહી કરતી નથી અને લોકોને દર વર્ષે ખુબ મુશ્કેલી ભોગવી પડે. આ મુદ્દો કોંગ્રેસ સમિતિ પાસે આવતા વિધાનસભા સુધી આ પ્રશ્ન ઉઠાવી યોગ્ય કાર્યક્રમ કરવામાં આવશે તેમ અમિત ચાવડા દ્વારા જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...