તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

એજ્યુકેશન:28 જુલાઇથી ધો.12 સાયન્સના રિપીટર છાત્રોની પ્રેક્ટિકલ પરીક્ષા

ભાવનગર17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આઠ મહાનગરોમાં પરીક્ષા લેવામાં આવશે
  • ફક્ત રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા તા. 27થી 30 જુલાઇ સુધી લેવાશે, હોલટિકિટ ઓનલાઇન અપાશે

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા કોરોનાની સ્થિતિને લીધે ભાવનગર સહિત રાજ્યના 8 મહાનગરોમાં ધો.12 સાયન્સના પરીક્ષા કેન્દ્રો ખાતે નિયમિત/ રિપીટર વિદ્યાર્થીઓની રસાયણ વિજ્ઞાન, જીવ વિજ્ઞાન અને ભૌતિક વિજ્ઞાનની પ્રાયોગિક પરીક્ષા મોકૂફ રાખવામાં આવી હતી. હવે સરકારના નિયમ મુજબ રેગ્યુલર વિદ્યાર્થીઓ પ્રાયોગિક પરીક્ષા લેવાની થતી નથી. ફક્ત રિપીટર વિદ્યાર્થીઓની પ્રાયોગિક પરીક્ષા તા.28 જુલાઇથી 30 જુલાઇ દરમિયાન યોજવામાં આવશે.

આ પરીક્ષાની હોલ ટિકિટ બોર્ડ દ્વારા ઓનલાઇન આપવામાં આવશે. જેની વિગતો બોર્ડ દ્વારા અલગથી જાહેર કરવામાં આવશે. મહાનગરપાલિકા વિસ્તારમાં આવતા પરીક્ષા કેન્દ્રો સિવાયના અન્ય કેન્દ્રોમાં અગાઉ પરીક્ષા લેવાયેલી તેમાં કોરોના કે અન્ય કોઇ કારણોસર ગેરહાજર રહેલા ફક્ત રિપીટર વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપી શકશે. તેઓએ ગેરહાજરી માટેના જરૂરી આધાર-પુરાવા સાથેની જરૂરી ફાઇલ બોર્ડમાં 21 જુલાઇ સુધીમાં જમા કરવવાની રહેશે.

ઉમેદવારની અરજી અને આધાર-પુરાવા જોઇને બોર્ડ દ્વારા પરીક્ષા માટેનો નિર્ણય કરવામાં આવશે તેની સંબંધિત શાળા અને વિદ્યાર્થીને નોંધ લેવી. અરજીનો નમૂનો બોર્ડની વેબસાઇટ www.gseb.org પરથી ડાઉનલોડ કરવા બોર્ડના પ્રતિનિધિ રાજુભાઇ ભટ્ટે જણાવ્યું છે. આ પરીક્ષા માત્ર રીપીટર વિદ્યાર્થીઓમાટે લેવામાં આવશે. અને તે માટેનો વિગતવાર કાર્યક્રમ હવે પછી જાહેર કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...