ઉજવણી:વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના 71માં જન્મદિવસ નિમિતે બરવાળા શહેર ભાજપ સંગઠન દ્વારા પ્રભાત ફેરી યોજાઇ

બોટાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગાયત્રી મંદિરથી મામાની હોટેલ સુધી પ્રભાત ફેરીનું આયોજન કરાયું

આજરોજ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી 71માં જન્મદિવસ નિમિતે દેશભરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, જે અંતર્ગત બરવાળા શહેર ભાજપ સંગઠન દ્વારા પ્રભાત ફેરીનું આયોજન કરવામાં આવ્યું હતું.

બોટાદ જિલ્લાના બરવાળા શહેરમાં શહેર ભાજપ દ્વારા ગાયત્રી મંદિર રોકડીયા હનુમાન મંદિર મુકામે ગુજરાતનું ગૌરવ અને દેશ ના વડાપ્રધાન એવા નરેન્દ્રભાઈ મોદીના 71માં જન્મ દિવસ નિમિતે બરવાળા શહેર ભાજપ પરિવાર દ્વારા પ્રભાત ફેરી ગાયત્રી મંદિર થી મામાની હોટેલ સુધી યોજવામાં આવી હતી.

જેમા નગરપાલિકા પ્રમુખ, નગરપાલીકા ઉપપ્રમુખ ભોલાભાઈ મોરી તેમજ ચૂંટાયેલા સભ્યો અને બોટાદ જિલ્લા યુવા મોરચા ભાજપના મહામંત્રી ભૂમિરાજસિંહ ઝાલા, જિલ્લા યુવા મોરચા મંત્રી જીગરભાઈ મુંધવા,જિલ્લા કિશાન મોરચા મંત્રી પ્રદીપભાઈ ખાચર,બરવાળા શહેર ભાજપ સંગઠન ના પ્રમુખ ભાવસંગ ભાઈ તલસાણીયા,બરવાળા શહેર મહામંત્રી નટુભાઈ વાઘેલા અને બળવંતસિંહ ગોહિલ અને ભાજપ સંગઠન ના તમામ મંડળ અને મોરચા ના કાર્યકરો,હોદેદારો વગેરે મોટી સંખ્યામાં પ્રભાત ફેરી મા જોડાયા હતા અને ગગનભેદી ભારત માતા કી જય અને વંદે માતરમના નારા સાથે કાર્યકરો ઉત્સાહ થી નરેન્દ્રભાઈ મોદી જન્મદિવસ ની ઉજવણી રૂપે બરવાળા શહેર ભાજપ પરિવાર દ્વારા પ્રભાત ફેરીનું આયોજન કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...