તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Bhavnagar
 • Power Theft Of Rs.23 Lakh Recovered In Palitana Division Areas, 30 Teams Caught Irregularities In 89 Power Connections, Intensive Checking In Jyotigram Feeders

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વીજ ચોરી:પાલિતાણા ડિવિઝનના વિસ્તારોમાં રૂા.23 લાખની વીજ ચોરી વસૂલાઈ, 30 ટીમ દ્વારા 89 વીજ જોડાણોમાં ગેરરીતિ પકડાઈ, જ્યોતિગ્રામ ફિડરોમાં સઘન ચેકીંગ

ભાવનગર5 મહિનો પહેલા
 • કૉપી લિંક

ભાવનગર વર્તુળ કચેરી ના આદેશ દ્વારા વિવિધ ડીવીજનોના ઇજનેરોને સાથે રાખી પાલીતાણા ડિવિઝન કચેરી, હેઠળ વીજ ચેકીંગ કરીને વહેલી સવારથી દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં ગ્રામ્ય પાલીતાણા ડિવિઝન ,ભાવનગર હેઠળ આવતી પાલીતાણા ગ્રામ્ય અને શહેર, ઘોડિધાલ પેટા વિભાગીય કચેરીઓ નીચે આવતા ગામડાઓમાં વીજ ચેકિંગ ની કામગીરી હાથ ધરવામાં આવેલ હતી. જેમાં કુલ 331 વીજ જોડાણો માં ચેકીંગ કરવામાં આવેલ હતું. જેમાં 89 વિજ જોડાણોમાં વીજગેરરીતિ આચરતી પકડાઈ હતી અને રૂ. 22.95 લાખ ના પુરવણી બિલ ફટકારવામાં આવેલ હતા.

નાણાકીય વર્ષ ની શરૂઆતમાં લોકડાઉન બાદ. વિવિધ સ્થળોએ વીજ ચેકીંગ હાથ ધરવામાં આવેલ છે. આજરોજ શનિવાર ની વહેલી સવારે ભાવનગર ગ્રામ્ય વિભાગીય કચેરી નીકુલ 30 ટિમો ત્રાટકી હતી. ઘર વપરાશના કુલ 86 વીજ જોડાણો તથા કોર્મશિયલ વપરાશના કુલ 03 કનેક્શનમાં આમ કુલ 89 કનેક્શનમાં વીજ ગેરરીતીથી વીજચોરી આચરાતી હોવાનું બહાર આવ્યું હતું. તંત્ર દ્વારા દંડપેટે સહિત કુલ રૂ. 22.95 લાખના વીજચોરીના બિલ આપવામાં આવ્યા હતા. આવનારા દિવસોમાં પણ જ્યોતિગ્રામ ફિડરોમાં વીજલોડનું પ્રમાણ વધુ હોય તેવા તમામ ગામો પર બહારથી વધુ ટીમો બોલાવી વીજ ચોરી પકડવાનું આયોજન થશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો