સમારકામ થતુ નથી:વીજ ઓવરલોડ કાળીયાબીડ સબસ્ટેશનનું વિભાજન જરૂરી

ભાવનગર10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી દ્વારા કરાઈ માંગણી
  • કાળીયાબીડ સબસ્ટેશનમાં 40 હજાર વીજ જોડાણ હોવાથી સમયસર સમારકામ થતુ નથી

કાળીયાબીડ સબ ડિવિઝનમાં લાઇટીંગ કોમર્શીયલ ઉદ્યોગના 40,000 વીજ જોડાણ આપેલ છે. જે સબ ડિવિઝન હાલ તપસીબાવાની વાડીમાં પરીમલ પાસે આવેલ છે. જે પણ આઉટ ઓફ સબ સ્ટેશન રૂપાણી સબ ડિવિઝનમાં વિસ્તારમાં બેસે છે. કાળિયાબીડનો વિસ્તાર છેક લીલા સર્કલ, હિલ પાર્ક સુધી જાય છે.

આમ ગ્રાહકને સમયસર મેન્ટેનન્સ થતું નથી. અકવાડા મોટો વિસ્તાર 40,000 વીજ જોડાણમાં મેન્ટેનન્સનું સમયસર કામ થતું નથી. તેમજ બીલ ભરવા માટે પણ 10 કિ.મી. જેટલું અંતર થાય છે. કાળીયાબીડ સબ ડિવિઝન જુદું કરવામાં આવે તો ગ્રાહકનું સમયસર કામ થઈ શકે.\n\nએક સબડિવિઝનમાં 15 થી 20 હજાર સુધીના કનેક્શન મેન્ટેન થઈ શકે જ્યારે આ સબ ડિવિઝનમાં ડબલ વીજ જોડાણો આવેલ છે.

આ બાબતની અગાઉ પણ રજૂઆત કરી હતી. પણ હજુ સુધી ડિવાઇડ કરવામાં આવેલ નથી. હાલ સિદસર, અધેવાડા, તરસમીયા ગામો પણ અર્બનમાં આવી ગયા હોય તે ગામોને પણ કાળીયાબીડ સબ ડિવિઝન અલગ થાય તો સમાવેશ થઇ શકે તેમ છે.કાળીયાબીડ મોટા વિસ્તારનાં ગ્રાહકની દરરોજની ફરિયાદ રહે છે કારણ કે સ્ટાફ પણ 15 થી 20 હજાર જોડાણની જાળવણી કરી શકે તેટલો જ હોય છે. આ બાબતે તાત્કાલિક અધિક્ષક ઈજનેર ભાવનગર પાસેથી દરખાસ્ત મંગાવી ઝડપથી કાર્યવાહી કરવા રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી એ માગણી કરી છે.

અન્ય સમાચારો પણ છે...