ભાવનગર શહેરમાં તારીખ 1 થી 3 ઓગસ્ટ દરમિયાન જુદા જુદા વિસ્તારોમાં પશ્ચિમ ગુજરાત વીજ કંપની દ્વારા વીજકાપ જાહેર કરવામાં આવ્યો છે. તારીખ પહેલી ઓગસ્ટને સોમવારે સીટી સબ સ્ટેશન હેઠળના સ્ટેશન રોડ ફીડરના વડવા તલાવડી, મજૂર મહાજનની ઓફિસ, મુળુભાઇના ગેરેજ તરફનો વિસ્તાર, વડવા નેહરા, હોટલ મોસમ, અલકા ટોકિઝ તથા ચાવડી ગેટના અમુક વિસ્તારમાં સવારના 6:30 વાગ્યાથી બપોરના 12:30 વાગ્યા સુધી વીજ પુરવઠો મળશે નહીં.
તારીખ બીજી ઓગસ્ટ ને મંગળવારે સીટી સબ સ્ટેશન રોડ ફીડરના લોખંડ બજાર, રેલવે ટર્મિનસ, મતવાચોક, દાણાપીઠ, સુતારવાડ, ડ્રેનેજ પંપીંગ, બેંક ઓફ બરોડા, ગીતા લોજ, સાકર બજાર, સીતારામ ચેમ્બર સ્ટેશન રોડ તેમજ આજુબાજુના વિસ્તારમાં સવારના 6:30 વાગ્યાથી બપોરના 12:30 વાગ્યા સુધી વીજ પુરવઠો મળશે નહીં. તારીખ બીજી ઓગસ્ટ ને મંગળવારે જવાહર ફીડર હેઠળના ઘોઘા સર્કલથી મેઘાણી સર્કલ રોડ, જૈન ભુવન પાસે અને એચસીજી સેનેટોરિયમ વિસ્તારમાં સવારના 08:00 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધી વીજ પુરવઠો મળશે નહીં.
તારીખ ત્રીજી ઓગસ્ટ ને બુધવારે બંદર રોડ સબ સ્ટેશનના સુભાષનગર ફીડર હેઠળના આડોડીયા વાસ, તિલકનગર પોલીસ ક્વાર્ટર, આનંદનગર નવી એલ આઈ જી, એકતા એપાર્ટમેન્ટ, આનંદ નગર ત્રણ માળીયા, સ્લમ બોર્ડ, તિલકનગર, સાઈબાબા સોસાયટી, કમલ એપાર્ટમેન્ટ, પટેલ પાર્ક, ટીવી રીલે કેન્દ્ર, વૃદ્ધાશ્રમ, મુનીદેરી ચોક, રૂષભ કોમ્પ્લેક્સમાં સવારના 6:30 વાગ્યાથી બપોરના 12:30 વાગ્યા સુધી વીજકાપ રહેશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.